રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ, કહ્યું ૧૬૫૪ દિવસ થયા કયારેક તો પ્રેસ કોન્ફરન્સ કરો

0
988
Rahul Gandhi Attack PM Modi Said 1654 Day Completed As PM Do Any Press Conference

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાન અને તેલંગાના વિધાનસભા ચુંટણીને લઈને ચુંટણી પ્રચારના અંતિમ દિવસે પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે હૈદરાબાદમાં પોતાની પ્રેસ કોન્ફરન્સની તસવીરો શેર કરીને પીએમ મોદીએ કહ્યુ કે તમે પણ કયારેક પ્રેસ કોન્ફરન્સ કરીને બતાવો.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાન અને તેલંગાનામાં ચુંટણી પ્રચારના અંતિમ દિવસે ટ્વીટ કરીને પીએમ મોદીને પણ પ્રેસ કોન્ફરન્સ કરવાનો પડકાર ફેંક્યો હતો. તેમણે લખ્યુ હતું કે હવે તો પ્રચાર પણ પૂર્ણ થઈ ગયો છે. તેના લીધે હવે તમે તમારી પાર્ટ ટાઈમ જોબ વડાપ્રધાન તરીકે વિતાવશો. તમને વડાપ્રધાન બન્યાને ૧૬૫૪ દિવસ થયા છે. પરંતુ તમે હજુ સુધી કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી. અમે આજે હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેની તસ્વીરો જુઓ. મજા આવે છે જયારે લોકો તમને સીધા અને તીખા સવાલો પૂછે છે.

આ પૂર્વે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેલંગાનામાં પ્રચારના અંતિમ દિવસે કોડાડમાં એક સભાને સંબોધિત કરી હતી.આ જનસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ પાંચ વર્ષ સુધી તેલંગાના લોકોએ એક મહાન સ્વપ્ન જોયું હતું. એક નવા પ્રદેશને ઉભો કરવાનું સ્વપ્ન. યુવાનોને રોજગાર, ખેડૂતોને ભવિષ્ય આપવું સ્વપ્ન, મહિલાઓને સુરક્ષા આપવાનું સ્વપ્ન. તમારી જે લડાઈ હતી પાણીની અને તમારા નાણા અને રોજગારની લડાઈ હતી. નારો હતો’ નીલુ,નીદલુ અને નીયમા- કાલુ અને તેલંગાનાના યુવાનોએ, તેલંગાનાના ખેડૂતોએ, તેલંગાનાની મહિલાઓએ પોતાનું લોહીરેડીને આ પ્રદેશ બનાવ્યો છે.

રાહુલ ગાંધીએ તેલંગાના સીએમ કેસીઆર પર હુમલો કરતા જણાવ્યું હતું કે ‘ થોડા દિવસ પૂર્વે તમારા ચીફ મીનીસ્ટર આવ્યા હતા અને કહ્યું હતું કે તે હવે નાલગોંડાને એડોપ્ટ કરવા માંગે છે તે તમામ જીલ્લામા આજ વાત કરે છે જે નવા જીલ્લામાં જાય છે. કેસીઆરજી , જો તમારે એડોપ્ટ જ કરવા છે તો તેલંગાનાના ખેડૂતોને એડોપ્ટ કરો. તેલંગાનાના યુવાનોને એડોપ્ટ કરો. એવા પરિવારોને એડોપ્ટ કરો જેમણે તેલંગાના માટે પોતાનું લોહી રેડ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે તેલંગાનામાં ચાર હજાર પાંચસો ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ૩૩ લાખ યુવાનો બેકાર છે. તમે લાખો પરિવારને બે બેડરૂમનું નિવાસ આપવાનો વાયદો કર્યો હતો. તેમને તમે નિવાસ આપીને એડોપ્ટ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY