રાફેલ મુદ્દે રાહુલ ગાંધીનો પીએમ મોદી પર પ્રહાર, કહ્યું ભ્રષ્ટાચારનો મામલો, પીએમ મોદી રાજીનામુ આપે

0
290
Rahul Gandhi Attacks PM Modi On Rafale Deal Demand Resignation Issue Related With Corruption

રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે પીએમ મોદી પર આક્રમક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું દેશમા મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચારનો સાથે જોડાયેલો છે. વડાપ્રધાન આ મુદ્દે મૌન છે. તેમણે કહ્યું કે હુ દેશના યુવાનોને કહેવા માંગું છું કે હિંદુસ્તાનના વડાપ્રધાન ભ્રષ્ટ છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે દેશમાં યુવાનો રોજગાર શોધી રહ્યા છે અને વડાપ્રધાન મોદી અનિલ અંબાણીના ચોકીદારી કરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ હિન્દુસ્તાનના વડાપ્રધાન નથી તે અંબાણીના વડાપ્રધાન છે.

તેમણે આગળ જણાવ્યું કે રાફેલ સૌદા સ્પષ્ટ રીતે રક્ષા ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો છે. આ સૌદા મારફતે પીએમ મોદીએ ૩૦,૦૦૦ કરોડ રૂપિયા અનિલ અંબાણીના ગજવામાં મુકયા છે. આ અંગે વડાપ્રધાન મોદીએ રાજીનામું આપી દેવું જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ભ્રષ્ટાચારના કિસ્સાને લઈને સત્તામાં આવ્યા છે. તેમજ આ આરોપોને લઈને ઘેરાયા છે. તેમજ તે આ મુદ્દે મૌન છે.

આ ઉપરાંત રાહુલ ગાંધીએ રક્ષામંત્રી નિર્મલા સીતારમણના અચાનક ફ્રાંસ પ્રવાસ પર સવાલ ઉભા કર્યા છે. તેમજ ખબર નહીં એવી તો શું ઈમરજન્સી હતી કે રક્ષામંત્રીને તાત્કાલિક ફ્રાંસ જવાની જરૂર પડી.

પ્રેસને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ અને રાફેલના સીનીયર અધિકારીએ સાફ કર્યું છે કે રાફેલ સૌદાના બદલે તેમને રિલાયન્સ જોડે ડીલ કરવા જણાવ્યું હતું. આ જ દર્શાવે છે કે રાફેલમાં ગોટાળો થયો છે.વડાપ્રધાન મોદીએ લોકોના નાણા ૩૦,૦૦૦ કરોડ રૂપિયા અનિલ અંબાણીને આપી દીધા છે. ભારતના લોકોના અને એરફોર્સના નાણા અનિલ અંબાણીને આપ્યા છે. વડાપ્રધાને કહ્યું હતું કે તે દેશના ચોકીદાર બનવા માંગે છે. જયારે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું છે કે કિંમત ગુપ્ત રાખવાની કોઈ શરત નથી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY