Rahul Gandhi એ પીએમ મોદી પર કર્યા પ્રહાર, કહ્યું રાફેલમાં થયો મોટો ભ્રષ્ટાચાર

0
327
Rahul Gandhi Attacks PM Modi Said Biggest Corruption In Rafale Deal

કોંગ્રેસ પ્રમુખ Rahul Gandhi એ જયપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રના સત્તારૂઢ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ મુકીને કહ્યું હતું કે પીએમ મોદીએ આ મહત્વપૂર્ણ મામલા પર મૌન સેવ્યું છે. રાહુલ ગાંધીએ આની સાથે જ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંક્યું હતું.

રાહુલ ગાંધીની જાહેર સભા પૂર્વે રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ રેલીને સંબોધન કર્યું હતું. જયપુરમાં કોંગ્રેસ પ્રતિનિધિ સંમેલનમાં રાહુલે કહ્યું હતું કે યુપીએના શાસનકાળમાં સરકારે એક વિમાન ૫૪૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધું હતું પરંતુ વર્તમાન સરકાર એજ વિમાનની ખરીદી માટે ફ્રાન્સની કંપનીને ૧૬૦૦ કરોડ રૂપિયા આપી રહી છે. મોદી આ કૌભાંડને લઈને ચૂપ છે.

રાહુલ ગાંધીએ ઉમેર્યું કે વડાપ્રધાને બે કરોડ રોજગાર, દરેકના ખાતામાં પંદર લાખ રૂપિયા, મહિલા સુરક્ષાનું વચન આપ્યું હતું. રાફેલ ડીલ, ખેડૂતોના મુદ્દાઓ, રોજગારીના પ્રશ્નો, બળાત્કારની વધતી જતી ઘટનાઓ અંગે જ્યારે વાત કરી ત્યારે મોદી લોકસભામાં તેમની સામે જોવાની સ્થિતિમાં પણ દેખાયા ન હતા. રાહુલે કહ્યું હતું કે ખેડૂતો દરરોજ આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોને માત્ર વચનો આપવામાં આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષના ગાળામાં મોદી સરકારે ૧૫ બિઝનેસમેનના બે લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે. ખેડૂતોની લોન માફી ઉપર મોદી કદી નિવેદન કરતા નથી. ઉદ્યોગપતિઓ લાખો કરોડો રૂપિયા લઈને પાછા આપતા નથી. તેમને નોન પરફોર્મિંગ એસેટ કહી દેવામાં આવે છે પરંતુ નાના વેપારી અને ખેડૂતો સાથે ભેદભાવ કરવામાં આવે છે.

રાહુલ ગાંધીએ ઉમેર્યું કે યુવાનોને રોજગારી મળી રહી નથી કારણ કે આપનું નામ અનિલ અંબાણી નથી. બેટી બચાવો બેટી પઢાવોનો નારો આપવામાં આવ્યો છે પરંતુ કોનાથી બચાવો તેમ કહેવામાં આવ્યું નથી. યુપીમાં ભાજપના ધારાસભ્ય બળાત્કારના કેસમાં પકડાય છે પરંતુ મોદી કોઈ વાત કરતા નથી. ઉત્તરપ્રદેશથી લઈને છત્તીસગઢ સુધી આજ સ્થિતિ બનેલી છે. દરમિયાન, રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને લોકો ઉમટી પડ્યા હતા.

આ દરમિયાન રાહુલે લોકોની વચ્ચે પહોંચીને તેમનો આભાર માન્યો હતો. રાહુલ ગાંધી તે પહેલા જયપુર પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસી વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY