રાહુલ ગાંધીની કૈલાસ માનસરોવરની યાત્રાની સામે આવી આ પ્રથમ તસવીર

0
4754
Rahul Gandhi First Photograph From Kailas Mansarovar Yatra

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કૈલાશ માનસરોવરની યાત્રા પર છે. માનસરોવર યાત્રા દરમ્યાન પ્રવાસીઓ મળતા રાહુલ ગાંધીની પ્રથમ તસ્વીર સામે આવી છે. આ પ્રવાસી રાહુલ ગાંધીને મળીને ખુશ નજર આવી રહ્યા છે. રાહુલ ગાંધી આ યાત્રા દરમ્યાન ગુજરાતી પ્રવાસીઓને પણ મળ્યા હતા.

રાહુલ ગાંધીની તસ્વીર શેર કરતા લેખક સાધ્વી ખોલસાએ જણાવ્યું છે કે ભોલાબાબાના આશીર્વાદ તમને વિષપાન કરવાની હિંમત આપશે. ઉલ્લેખનીય છે ભગવાન શિવે ઝેર પીને સૃષ્ટિનું રક્ષણ કર્યું હતું. દેશના રાજકીય હાલાત જોતા આ ટ્વીટ અનેક સંકેતો આપી રહી છે. સાધ્વી ખોસલાએ શેયર કરેલી તસ્વીરોમાં બીજા અન્ય લોકો પણ રાહુલ ગાંધી સાથે જોવા મળી રહ્યો છે.

આ પહેલા ગુરુવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને એક ફોટો શેયર કર્યો હતો અને લખ્યું હતું કે આ વિશાલકાય પર્વતની શરણમાં આવવું સૌભાગ્યની વાત છે.

ઉલ્લેખ્નીય છે કે, કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૩૧ ઓગસ્ટના રોજ નેપાલના કાઠમાડુના એરપોર્ટ પરથી કૈલાસ માનસરોવર યાત્રા માટે રવાના થયા હતા.રાહુલ ગાંધીએ પોતાની કૈલાસ માનસરોવરની યાત્રાની જાહેરાત દિલ્હીમાં રામલીલા મેદાનમાં જનઆક્રોશ રેલીમાં કરી હતી. આ ઉપરાંત કર્ણાટકમાં ચુંટણી પ્રચાર દરમ્યાન હેલીકોપ્ટર દુર્ઘટનાના આબાદ બચાવ થયા બાદ પણ તેમણે આ યાત્રા કરવાનું જણાવ્યું હતું. કર્ણાટકમાં રેલી પૂર્વે રાહુલ ગાંધીનું હેલીકોપ્ટર રડાર પરથી ગાયબ થઈ ગયું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચુંટણી પ્રચાર દરમ્યાન તે શિવભક્ત અને જનોઈધારી હિંદુ હોવાનું પણ જણાવ્યું હતું. રાહુલ ગાંધી આ યાત્રા ભગવાન શિવનો આભાર માનવામા માટે કરશે. રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચુંટણી સમયથી જ પોતાના સોફ્ટ હિન્દુત્વની ઈમેજને ઉજાગર કરવાની કોશિષમાં લાગ્યા છે.જેમાં તેમણે ગુજરાત વિધાનસભાના ચુંટણી પ્રચાર દરમ્યાન અનેક હિદુ મંદિરોમાં પૂજા અર્ચના કરી હતી. તેમજ પોતાની જાતને ભગવાન શિવના ભક્ત પણ ગણાવ્યા હતા.

તેમજ તેની બાદ તેમણે કર્ણાટકમાં પણ પોતાના સોફ્ટ હિંદુતત્વની ઈમેજને જાળવી રાખી હતી. કર્ણાટકમાં પણ તેમણે અનેક મંદિરોમાં પૂજા અર્ચના કરી હતી. રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં કોંગ્રેસની હાર બાદ સતત સોફ્ટ હિન્દુત્વના સહારે હિંદુ મતોને કોંગ્રેસ તરફ કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઉત્તરાખંડના પુર બાદ રાહુલ ગાંધીએ કેદારનાથના પદયાત્રા કરી હતી.

કૈલાસ પર્વત અને પવિત્ર માનસરોવર તળાવ નો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે. માનસરોવર તળાવ પાંચ પવિત્ર તળાવોનું પંચ સરોવર છે. આ પંચ સરોવરમાં માનસરોવર, બિંદુ,પંપા, નારાયણ અને પુષ્કર તળાવ પણ સામેલ છે. મહાભારતમાં કૈલાસને પર્વતોનો રાજા, તપસ્વીયો ના આશ્રયનો શાશ્વત સ્વર્ણ કમળ અને જીવન અમૃત દેનારી નદીઓના સ્ત્રોત માનવામાં આવે છે.મહાભારતમાં આ પર્વત વિશે જે કહેવામાં આવ્યું છે કે વર્ણિત છે. તે પ્રતિકાત્મક રૂપથી સત્ય છે. કૈલાસ પર્વત જ્યાં સ્થિત છે ત્યાંથી સમગ્ર ભારતીય મેદાનોમાં નદીક્રમ ફૂટે છે. સિંધુ, સતલજ, બ્રહ્મપુત્ર અને ઘાઘરા આ ચારે નદીઓનો સ્ત્રોત હિમઆવરણમાં લપેટાયેલો છે જે પવિત્ર સ્થાન છે.

કૈલાસને પર્વતનું તિબ્બતી નામ ગંગ રિન પો ચે છે. તેનો અર્થ થાય છે ઉત્કૃષ્ટ મણી અથવા તો શ્રેષ્ઠ રત્ન થાય છે. કૈલાસ પર્વતનું આ તિબ્બતી નામ આ પર્વત સાથે જોડાયેલી ભાવનાઓ અને માન્યતાઓને પરિભાષિત કરે છે. આ પર્વત બોન પો દ્વારા બોદ્ધ ધર્મથી પહેલા સ્થાપિત તિબ્બતી ધર્મ બો પોના અનુયાયીઓનું પવિત્ર તીર્થ છે. બોન પો ના અનુયાયી જાંગ જુંગ મેરી નામના દેવતાની ઉપાસના કરતા હોય છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY