Rahul Gandhi એ આ કારણે મોકૂફ કર્યો બે દિવસનો ગુજરાત પ્રવાસ

0
1337
Rahul Gandhi Postpond Two Day Gujarat Visit For This Reason

ગુજરાતમાં તારીખ ૧૬ અને ૧૭ જૂલાઈના રોજ બે દિવસના પ્રવાસે આવનારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જીલ્લાનો પ્રવાસ કરવાના હતા. પરંતુ આ બંને જીલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે તેમનો પ્રવાસ કાર્યક્રમ મોફૂક રાખવામાં આવ્યો છે. તેમજ નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ Rahul Gandhi ૧૬ અને ૧૭ જુલાઈના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે તેમ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગત વર્ષે આ જ મહિનાઓ દરમ્યાન વિધાનસભા ચુંટણી પ્રચારમાં પ્રવાસ કર્યો હતો. તેમજ ગુજરાતના લોકોએ તેમને માન સન્માન પણ આપ્યું હતું. જેના પગલે રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસ કરવાનો નિર્ણય લીધો છે.

રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચુંટણી દરમ્યાન રાજયમાં પ્રચાર ઝુંબેશમાં અનેક સ્થળોનો પ્રવાસ કર્યો હતો. તેમજ લોકો સાથે એક અલગ જ પ્રકારનો કોન્ટેક સ્થાપિત કર્યો હતો. તેમ યુવાન,ખેડૂત મહિલા અને વેપારી સહિતના સમાજના અલગ અલગ વર્ગના લોકો પણ સામેલ છે. તેમજ તેમની આ જ ચૂંટણી યાત્રાઓને લીધે કોંગ્રેસ રાજયના ૭૭ બેઠકના સન્માનજનક આંકડા સુધી પહોંચી શકયુ હતું.

જેના પગલે આ જ કોન્ટેકને તાજા કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચુંટણી ૨૦૧૯ના ચુંટણી પ્રચારનો પ્રારંભ ગુજરાતથી કરવાના છે. ગુજરાતમાં હાલ ૭૭ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો કબજો છે. રાહુલ ગાંધી આ ચુંટણી પ્રચારની શરુઆત ૧૧ જુલાઈથી ત્રણ દિવસની તેમની યાત્રા દરમ્યાન કરશે. કોંગ્રેસને ગુજરાત વિધાનસભાની ૨૦૧૨ની ચુંટણીમાં ૫૪ બેઠકો મળી હતી જે વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં વધીને ૭૭ થઈ છે.

રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચુંટણી દરમ્યાન પીએમ મોદી અને રાજ્યની ભાજપ સરકાર પર આક્રમક પ્રહારો કર્યા હતા. જેના પગલે રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડવો પડ્યો હતો અને કેન્દ્ર સરકારે જીએસટીના સ્લેબમાં પણ અનેક વસ્તુઓમાં ઘટાડો કરવો પડ્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY