રાજસ્થાનમાં ૭૩ ટકા અને તેલંગાનામાં ૬૨ ટકા સાથે મતદાન સંપન્ન, ૧૧ ડિસેમ્બરના રોજ પરિણામ

0
548
Rajasthan 73 Percent And Telengana Record 62 Percent Voter Turn Out Result On 11th December 2018

રાજસ્થાન અને તેલંગાનામાં વિધાનસભા ચુંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. જેમાં રાજસ્થાનમાં સાંજે ૫ વાગે સુધીમાં ૭૨.૭ ટકા મતદાન નોંધાયુ હતું. જયારે વર્ષ ૨૦૧૩માં ૭૪. ૭૫ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જયારે તેલંગાનામાં સરેરાશ ૬૨ ટકા મતદાન નોંધાયું છે.જેમાં ત્રણ વાગે સુધી ૫૬. ૧૭ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.જેમાં આ બંને રાજ્યો સહિત પાંચ રાજ્યોના ચુંટણી પરિણામ ૧૧ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

રાજસ્થાનમાં આજે સવારે ૮ વાગેથી શરુ થયેલા મતદાનમાં બપોરે ત્રણ વાગે સુધીમા મતદારોમાં ભારે ઉત્સાહના પગલે સરેરાશ ૬૦ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જ રાજસ્થાનમાં બપોરે ૧૧ વાગે સુધી ૨૩ ટકા અને બપોરે ૧ વાગે સુધી ૪૭ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.રાજસ્થાનમાં આજે સવારે શરૂ થયેલા મતદાનમાં અનેક સ્થળો પર ઈવીએમ મશીનમાં ગડબડી સામે આવી હતી. જેના પગલે અમુક પોલીંગ બુથ પર મતદારો અને નેતાઓની મત આપવા માટે લાંબી લાઈનો લાગી હતી. જો કે આ બુથ પર કોંગ્રેસે મતદાન માટે વધુ સમયની પણ માંગ કરી હતી

રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો. જેમાં કોંગ્રેસે ૧૯૫ બેઠક પર તો ભાજપે તમામ બેઠકો પર ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી સહિત અનેક નાના મોટા દળ અને અપક્ષ ઉમેદવારો સહિત ૨૨૭૪ ઉમેદવારો મેદાનમાં હતા.રાજસ્થાનમાં ૪.૭૪ કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હતા.રાજસ્થાનમાં ચુંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે રાજસ્થાન ચુંટણીનું પરિણામ ત્રણ રાજ્યોના પરિણામ સાથે ૧૧ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

જયારે તેલંગાનાની વાત કરીએ તો અહિયાં ટીઆરએસ અને કોંગ્રેસના નેતુત્વવાળા મહાગઠબંધન વચ્ચે મુકાબલો હતો. જયારે ભાજપ પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી હતી. કોંગ્રેસના નેતુત્વવાળા મહાગઠબંધનમાં કોંગ્રેસ, ટીડીપી, સીપીઆઈ, તેલંગાના જન સમિતિ અને બીકેપી પણ સામેલ છે. જયારે રાજ્યની સત્તારૂઢ ટીઆરએસને ઔવેસીનું સમર્થન મળી શકે તેમ હતું

તેલંગાનામાં ટીઆરએસ સરકાર વિરુદ્ધ મજબુત લહેર છે અને કોંગ્રેસના સમર્થનવાળા મહાગઠબંધનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.તેલંગાનામાં ૨.૮૦ કરોડ વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હતા. તેલંગાનામાં ચુંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે તેલંગાના ચુંટણીનું પરિણામ ત્રણ રાજ્યોના પરિણામ સાથે ૧૧ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY