રાજસ્થાન અને તેલંગાનામાં શાંત પડ્યા પ્રચાર પડધમ, ૭ ડિસેમ્બરના રોજ ચુંટણી

0
251
Rajasthan And Telangana Election Campaing End Election On 7th December

રાજસ્થાન અને તેલંગાનામાં ૭ ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા ચુંટણી માટે આજે ચુંટણી પ્રચારનો અંત આવ્યો છે. જો કે આ પૂર્વે ચુંટણી પ્રચારના અંતિમ દિવસે આજે વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં પાલી અને દૌસામાં જયારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે જયપુર અને અજમેરમાં ચુંટણી સભાને સંબોધિત કરી હતી. જેમાં બંને નેતાઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જયારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તેલંગાનામાં ચુંટણી પ્રચારની કમાન સંભાળી હતી. જયારે રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા અહમદ પટેલ, અશોક ગેહલોત અને સચિન પાયલોટે પણ અનેક સ્થળોએ ઉમેદવારોના સમર્થન રેલીને સંબોધી હતી.

આ બંને રાજ્યમાં ચુંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે નોટબંધી, જીએસટી, રાફેલ અને યુવાનોમાં વધતી બેરોજગારી જેવા મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરી હતી .તેમજ રાજસ્થાનના સ્થાનિક મુદ્દાઓ પર પણ તેમણે વસુંધરા સરકારને આડે હાથે લીધી હતી. તેમજ આ વખતે લોકો રાજસ્થાનમાં કોંગ્રેસને આશીર્વાદ આપીને ફરી વિજેતા બનાવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો .તેમણે તેલંગાના પણ કેસીઆર પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ ટીઆરએસને ભાજપની બી ટીમ પણ ગણાવી હતી.

જયારે આ પ્રચાર અભિયાન દરમ્યાન વડાપ્રધાન મોદી અને અમિત શાહે કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમજ તેમણે રાહુલ ગાંધીને નામદારના હુલામણા નામ સાથે અનેક સ્થળોએ કટાક્ષ કર્યો હતો તેમજ કહ્યું હતું કે નામદારને દરેક સ્થળ પર પ્રમાણ માંગવાની આદત પડી ચુકી છે. આ ઉપરાંત અમિત શાહે આજે અગસ્તા વેસ્ટલેન્ડ કેસ મામલે કોંગ્રેસ પણ હુમલો કર્યો હ્તો અને કહ્યું હતું કે કોંગ્રેસ તેમને બચાવવા માંગે છે.

આમ, દેશના પાંચ રાજ્યોમાં એક સાથે ઓક્ટોબર માસમાં જાહેર કરવામાં આવેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચુંટણી પૈકીની ત્રણ રાજ્યોની ચુંટણીઓ પૂર્ણ થઈ છે. જેમાં છેલ્લા તબક્કામાં ૭ ડિસેમ્બરના રોજ મધ્યપ્રદેશ ને તેલંગાના રાજયની ચુંટણી પૂર્ણ થશે જયારે પાંચ રાજ્યોની ચુંટણીનું પરિણામ ૧૧ ડિસેમ્બરના રોજ જાહેર કરવામા આવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY