Rajasthan માં થઈ શકે છે ભાજપનો સફાયો, કોંગ્રેસનો વોટ શેર વધશે : સર્વે

0
1836
Rajasthan Bjp Will Defeat Congress Vote Share Increase Reveal Survey

Rajasthan માં વિધાનસભા ચુંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ હાલ તો આમને સામને છે. જેમાં પણ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલી રહેલા આંતરિક ખટરાગ વચ્ચે એબીપી ન્યુઝે કરેલા સર્વેમાં ભાજપને સત્તા ગુમાવવી પડે તેવું તારણ સામે આવ્યું છે. જયારે આ સર્વેમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવશે તેમ તારણમાં જોવા મળી રહ્યું છે.

જેમાં એબીપી ન્યુઝે કરેલા સર્વે અનુસાર જો હાલમાં ચુંટણી યોજાય તો ભાજપને ૩૯ ટકા, કોંગ્રેસને ૪૪ અને અન્યને ૧૭ ટકા મત મળે તેવી સ્થિતિ છે. જે વર્ષ ૨૦૧૩ના આંકડા મુજબ ભાજપ માટે હાર સમાન છે. જેમાં જો આપણે વર્ષ ૨૦૧૩માં ભાજપને ૪૫ ટકા, કોંગ્રેસને ૩૩ અને અન્યને ૨૨ ટકા મત મળ્યા હતા.

આમ, આ સર્વેમાં પ્રજાનો જે મૂડ જોવા મળ્યો છે તે મુજબ રાજસ્થાનમાં ભાજપ માટે આગામી દિવસો કપરા સાબિત થવામાં છે, જેમાં પણ હાલમાં થયેલી પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામમો કરવો પડ્યો હતો. જેના લીધે ભાજપની ચિંતા વધી હતી. જેમાં ભાજપ બે લોકસભા અને એ વિધાનસભાની પેટાચૂંટણીમાં હારી હતી. જો કે પાછળથી ખબર પડી હતી કે ભાજપ આ ચુંટણી આંતરિક જૂથબંધીને લીધે હારી હતી.

રાજસ્થાનમાં ત્યાર બાદ કોંગ્રેસ સ્થાનિક સ્વરાજયની પેટા ચુંટણીમાં ભાજપને પછાડી દીધું હતું. જેમાં ૩૩માંથી ૨૧ જીલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની પેટા ચુંટણીમાં કોંગ્રેસે બાજી મારી હતી. જેમાં જાહેર થયેલા પરિણામ મુજબ જીલ્લા પરિષદના ૬ વોર્ડમાંથી ચારમાં કોંગ્રેસે વિજય મેળવ્યો છે. જયારે એક ભાજપ અને એક અપક્ષના ફાળે ગયો છે. આ ચુંટણીમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારનો સમાવેશ થયો હતો.

જયારે પંચાયત સમિતિમાં કોંગ્રેસે ૨૧ માંથી ૧૨ વોર્ડમાં જીત મેળવી છે. જયારે ભાજપના ફાળે ૮ અને અન્યને ફાળે એક વોર્ડ ગયા હતા. જયારે મહાનગરપાલિકાની ચાર બેઠકમાંથી બે કોંગ્રેસને અને બે ભાજપને મળી હતી. આમ, જોવા જઈએ તો રાજસ્થાનમાં લોકસભા અને વિધાનસભા પેટાચુંટણીમાં કોંગ્રેસની જીત બાદ બીજો એવો પ્રસંગ હતો જયારે ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. તેમજ કોંગ્રેસના જનાધાર સતત વધારો થતો જોવા મળી રહ્યો છે .

રાજસ્થાનમાં આ વર્ષના અંતે યોજનારી વિધાનસભા ચુંટણી પૂર્વેના આ પરિણામો ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. જયારે કોંગ્રેસ માટે આ જીતે એક નવી ઉર્જા પેદા કરી છે. જેના પગલે આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી જોવા મળશે.

આ ઉપરાંત હાલમાં પણ રાજસ્થાનમાં ભાજપના પ્રમુખના નામ અને પસંદગીને લઈને પણ વિવાદ સર્જાયો હતો. જેમાં રાજસ્થાનમાં ભાજપ સંગઠન સીએમ વસુંધરારાજેથી નારાજ હોવાનું બહાર આવ્યું છે. તેમજ તેમને બદલવા માટે અનેક વાર ભાજપ અધ્યક્ષ અમિત શાહને પણ પત્ર લખવામાં આવ્યા છે. તેવા સમયે રાજસ્થાનમાં ભાજપની વાપસી હાલ તો મુશ્કેલ લાગી રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY