રાજસ્થાનમાં કોંગ્રેસે જાહેર કર્યો ચુંટણી મેનીફેસ્ટો, ખેડૂતોને દેવામાફી અને યુવાનોને બેકારી ભથ્થાંની જાહેરાત

0
222
Rajasthan Congress Declare Election Manifesto Promises For Farmers Debt Waiver And Youth got Unemployment allowance

રાજસ્થાન વિધાનસભા ચુંટણી માટે કોંગ્રેસે આજે મેનીફેસ્ટો જાહેર કર્યો છે. જેમાં ખેડૂતોને દેવા માફી, યુવતીઓને મફત શિક્ષણ, બેરોજગાર યુવાનોને મહિને ૩૫૦૦ રૂપિયા ભથ્થું અને વૃદ્ધ ખેડૂતોને પેન્શન સહિતના વાયદા તેમાં કરવામાં આવ્યા છે. કોંગ્રેસે તેના મેનીફેસ્ટોને ‘ જન ઘોષણાપત્ર’ નામ આપ્યું છે. આ મેનીફેસ્ટો અલગ અલગ સ્થળો પર જઈને બે લાખ લોકોના સુચનો બાદ તૈયાર કરવામાં આવ્યો છે.

જેમાં કોંગ્રેસે સરકાર બનાવવાના ૧૦ દિવસની અંદર ખેડૂતોના દેવામાફી, તેમજ ખેડૂતોને ખેતી માટે સસ્તા દરે લોન, તેમજ ખેડૂતોના ઉપયોગના વાહનો ટ્રેકટર અને કૃષિ યંત્રોને જીએસટીમાંથી મુકિત, તેમજ ખેડૂતોના પાકના નુકશાન માટે આકલનની વ્યવસ્થા તેમજ પાક નુકશાન અંગે વળતર આપવા સહિતની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ, વૃદ્ધ ખેડૂતોને પેન્શન, ખેડૂતોને પુરતી વીજળી અને મસાલા બોર્ડ જેવી સંસ્થા બનાવવાની પણ તેમાં જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત યુવાનો માટે પણ આ મેનીફેસ્ટોમાં જાહેરાત કરવામાં આવી છે. જેમાં બેરોજગાર યુવાનોની નોંધણી કરીને તેમને દર મહિને ૩૫૦૦ રૂપિયા ભથ્થું આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે. જયારે યુવતીઓને મફત શિક્ષણ આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.

રાજસ્થાનમાં ૭ ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા ચુંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોનો પ્રચાર ચરમસીમા પર છે. જેમાં કોંગ્રેસે આ વખતે ભાજપ સરકાર અને તેમાં પણ ખાસ કરીને સીએમ વસુંધરા રાજે વિરુદ્ધ આક્રમક પ્રચાર અભિયાન શરુ કર્યું છે. તેમજ ભાજપ ઉભા થયેલા આંતરિક વિવાદના પગલે કોંગ્રેસને આશા છે આ વખતે લોકો ભાજપને જાકારો આપીને ફરી એકવાર કોંગ્રેસને લોકો સેવાનો મોકો આપશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY