રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ કર્યા પીએમ મોદી પર આકરા પ્રહારો ..

0
820
Rajasthan Congress Leader Navjot siddhu Attack On PM Modi

રાજસ્થાનના કોટામાં ચુંટણી સભાને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુએ ભાજપ પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું પીએમ મોદી ભાજપના પ્રચાર મંત્રી છે. તેમણે વિકાસ નથી કર્યો પરંતુ પ્રચાર પર ૫ હજાર કરોડનો ખર્ચ કર્યો છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે કોંગ્રેસે દેશને ચાર ગાંધી આપ્યા છે જેમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જયારે ભાજપને ત્રણ મોદી આપ્યા છે. નીરવ મોદી,લલિત મોદી અને નરેન્દ્ર મોદી જે અંબાણીના ખોળામાં બેઠા છે.

ઉલ્લેખનીય છે કે નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક સાથે ૧૪,૫૦૦ કરોડની છેતરપીંડીનો કેસ છે. જે હાલ વિદેશ ભાગી ગયો છે. જયારે આઈપીએલમાં ફસાયેલા લલિત મોદી પર છેતરપીંડીનો આરોપ છે તે પણ વિદેશમાં છે. જયારે પીએમ મોદી પર અનિલ અંબાણીને ફાયદો કરાવવા માટે રાફેલ જોડે સૌદો કર્યો હોવાનો આક્ષેપ છે. નવજોતસિંહ સિધ્ધુએ આ મુદ્દાને નિશાન બનાવી પીએમ મોદી પર આક્ર્મક પ્રહાર કર્યા હતા.

કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુ કોટામાં કોંગ્રેસના ઉમેદવાર મુરારી ગુર્જરના સમર્થનમાં સભા માટે આવ્યા હતા. સિધ્ધુએ કહ્યું કે મોદી સરકારને અદાણી અને અંબાણી ચલાવે છે.મોદી સરકારે રાફેલ ડીલમાં દલાલોને ફાયદો કરાવ્યો છે. ભાજપ સરકારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. વસુંધરા સરકારને રાજસ્થાનથી ફેંકી દેવાની જરૂર છે.

નવજોતસિંહ સિધ્ધુએ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં વોટ આપવાની અપીલ કરી હતી. જો રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે. કોંગ્રેસ સરકાર સમાજના તમામ વર્ગનું કલ્યાણ કરશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY