રાજસ્થાનમાં થશે ભાજપના સુપડા સાફ, કોંગ્રેસનો થશે વિજય : એક્ઝીટ પોલના તારણ

0
261
Rajasthan Congress Will Win Election Bjp Lost Power Reveal In Exit Poll

રાજસ્થાન અને તેલંગાનામાં વિધાનસભા ચુંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. જેમાં રાજસ્થાનમાં સાંજે ૫ વાગે સુધીમાં ૭૨.૭ ટકા મતદાન નોંધાયુ હતું. જેમાં આ બંને રાજ્યો સહિત પાંચ રાજ્યોના ચુંટણી પરિણામ ૧૧ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

રાજસ્થાનમાં ચુંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ સામે આવેલા અલગ અલગ એક્ઝીટ પોલમાં રાજસ્થાનમાં કોંગ્રેસનો વિજય થાય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.

જેમાં એબીપી- સી વોટરના સર્વે મુજબ ભાજપને ૫૬, કોંગ્રેસને ૧૪૨ અને અન્ય બે બેઠક મળવાનું અનુમાન છે.

ટાઈમ્સ નાઉ ક્રોમડીએમના સર્વે મુજબ કોંગ્રેસને ૧૦૨ , ભાજપને ૮૯ તથા અન્યને ૯ બેઠક મળવાનું અનુમાન છે.

ટાઈમ્સ નાઉ વોરરૂમના સર્વે મુજબ કોંગ્રેસને ૧૧૫, ભાજપને ૭૫ અને અન્યને ૧૦ બેઠક મળવાનું અનુમાન છે.

ન્યુઝ નેશનના સર્વે મુજબ કોંગ્રેસને ૧૧૩- ૧૧૭ , ભાજપને ૭૧-૭૫ બેઠક અને અન્યને ૧૦ -૧૪ બેઠક મળવાનું અનુમાન છે.

જયારે પોલ ઓફ પોલના સર્વે મુજબ કોંગ્રેસને ૧૧૯ , ભાજપને ૭૩ અને અન્યને ૮ બેઠક મળવાનો અંદાજ છે.

આમ, અત્યાર સુધી સામે આવેલા એક્ઝીટ પોલના આંકડા મુજબ રાજસ્થાનમાં ભાજપ સત્તા ગુમાવશે અને કોંગ્રેસ ફરી એકવાર સરકારની રચના કરશે તેવી સંભાવના છે.

રાજસ્થાનમાં આજે સવારે ૮ વાગેથી શરુ થયેલા મતદાનમાં બપોરે ત્રણ વાગે સુધીમા મતદારોમાં ભારે ઉત્સાહના પગલે સરેરાશ ૬૦ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જ રાજસ્થાનમાં બપોરે ૧૧ વાગે સુધી ૨૩ ટકા અને બપોરે ૧ વાગે સુધી ૪૭ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.રાજસ્થાનમાં આજે સવારે શરૂ થયેલા મતદાનમાં અનેક સ્થળો પર ઈવીએમ મશીનમાં ગડબડી સામે આવી હતી. જેના પગલે અમુક પોલીંગ બુથ પર મતદારો અને નેતાઓની મત આપવા માટે લાંબી લાઈનો લાગી હતી. જો કે આ બુથ પર કોંગ્રેસે મતદાન માટે વધુ સમયની પણ માંગ કરી હતી

રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો. જેમાં કોંગ્રેસે ૧૯૫ બેઠક પર તો ભાજપે તમામ બેઠકો પર ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી સહિત અનેક નાના મોટા દળ અને અપક્ષ ઉમેદવારો સહિત ૨૨૭૪ ઉમેદવારો મેદાનમાં હતા.રાજસ્થાનમાં ૪.૭૪ કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હતા.રાજસ્થાનમાં ચુંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે રાજસ્થાન ચુંટણીનું પરિણામ ત્રણ રાજ્યોના પરિણામ સાથે ૧૧ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY