Rajya Sabha માં આજે ઉપસભાપતિની ચુંટણી, NDA ના હરિવંશ વિરુદ્ધ UPA ના હરિપ્રસાદ વચ્ચે મુકાબલો

0
991
Rajya Sabha Deputy Chairman Election Today Figth Between NDA Harivansh And UPA Hariprasad

Rajya Sabha માં આજે ઉપસભાપતિ પદની ચુંટણી માટે મતદાન યોજવવાનું છે. જેમાં એનડીએ ના હરિવંશ નારાયણસિંહનો મુકાબલો વિપક્ષના બી.કે. હરિપ્રસાદ સાથે છે. જો કે હાલમાં સાંસદ હરિવંશ નારાયણની જીત પહેલેથી જ નક્કી માનવામાં આવી રહી છે. ભાજપ રાજ્યસભામાં ૧૨૬ સભ્યોના સમર્થનનો દાવો કરી રહી છે. જયારે વિપક્ષ પાસે ૧૦૯ સભ્યોનું સમર્થન છે.

ભાજપ પાસે કુલ ૧૨૬ સભ્યોનું સમર્થન હોવાનું માનવામાં આવે છે. જેમાં એનડીએના ૯૧, અન્નાદ્રમુકના ૧૩, ટીઆરએસના ૦૬, વાઈએસઆર કોંગ્રેસના ૨, ઈનેલોદના ૧, બીજેડીના ૯ સભ્યો સામેલ છે. આ ઉપરાંત અમરસિંહએ પણ એનડીએ ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.જયારે એક તરફ ભાજપ ૧૨૬ સભ્યોના સમર્થનનો દાવો કરી રહી છે ત્યારે કોંગ્રેસે પણ જીતનો દાવો કર્યો છે. કોંગ્રેસ પાસે તેમના ૬૧ સભ્યો ઉપરાંત તૃણમલ કોંગ્રેસ અબે સપાના ૧૩-૧૩ સભ્યો, તેદેપાના ૬ , માકપાના ૫, બસપા અને દ્રમુકના ચાર- ચાર સભ્યો, ભાકપાના બે અને જનતાદળ(એસ) ના એક સભ્યનું સમર્થન મળવાની આશા છે.

મતદાન પ્રક્રિયાની શરૂઆત પૂર્વે કોંગ્રેસ નેતા આનંદ શર્માએ જીતનો દાવો કર્યો છે.તેમણે કહ્યું છે કે જો ભાજપ પાસે પુરતુ સંખ્યાબળ હોત તો તે પોતાનો ઉમેદવાર જ ઉતારત તે બીજા પક્ષના સભ્યને શું કામ મદદ કરત.

ઉલ્લેખનીય છે કે,સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ પૂર્વે જ તેની રણનીતિ બનાવી લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે તમિલનાડુની સત્તાધારી પાર્ટી એઆઈએડીએમકે (અન્નાદ્રમુક) એનડીએ ઉમેદવારનું સમર્થન કરશે. આ ઉપરાંત ઓરિસ્સાની સત્તાધારી પાર્ટી બીજુ જનતા દળ, તેલંગાનાની સત્તાધારી પાર્ટી ટીઆરએસ અને વિપક્ષી પાર્ટી વાઈએસઆર કોંગ્રેસ એનડીએ ઉમેદવારને સમર્થન કરશે.

રાજયસભાના ઉપકુલપતિના જીત માટે કુલ ૧૨૩ સાંસદોના વોટની જરૂર હોય છે. જયારે એનડીએ પાસે હાલ ૧૧૦ સાંસદોનું સમર્થન છે. આ ઉપરાંત અન્નાદ્રમુકના ૧૩, બીજુ જનતાદળના ૯ , ટીઆરએસના ૬ અને વાઈએસઆર કોંગ્રેસના ૨ સાંસદો જો એનડીએ ને સપોર્ટ કરે તો એનડીએની બંપર જીત થઈ શકે છે. જયારે બીજી તરફ વિપક્ષને માત્ર ૧૧૩ સાંસદો જ સમર્થન છે. જયારે અકાલી દળના ત્રણ સાંસદ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY