વાંચો …પીએમ મોદીના ખાસ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પર સીબીઆઈના ડીઆઈજી એ શું આરોપ મુક્યો

0
2004
CBI DIG Allage Modi Government Minister Haribhai Chaudhary For Taking Bribe

સીબીઆઈના રજા પર ઉતારવામાં આવેલા ડિરેક્ટર આલોક વર્મા અને રાકેશ અસ્થાનાએ સામે સામે લગાવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ આ મુદ્દે આ નવો વળાંક છે. જેમાં સોમવારે સીબીઆઈના ડીઆઈજી મનીષ કુમાર સિંહાએ આ કેસમાં હસ્તક્ષેપ કરતા એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં મોદી સરકારના કેબીનેટ મંત્રી હરિભાઈ ચૌધરી પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

સીબીઆઈના ડીઆઈજી મનીષ કુમાર સિંહાની અરજી મુજબ ગુજરાતના સાંસદ અને મોદી સરકારના કેબીનેટ મંત્રી હરિભાઈ ચૌધરીને આ કેસમા અમદાવાદના વિપુલના નામના વ્યકિતએ નાણા આપ્યા હતા. જયારે આ અંગે વેબસાઈટ વાયરે હરિભાઈ ચૌધરીને અમુક સવાલો પૂછ્યા હતા.જેનો તેમણે કોઈ જવાબ આપ્યો નથી.

આ ઉપરાંત મનીષ કુમારની અરજીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર આક્ષેપ મુકવામાં આવ્યા છે. જેમાં મોઈન કુરેશી મામલામાં ધરપકડ કરાયેલા ભાઈઓ મનોજ પ્રસાદ અને સોમેશ પ્રસાદ સાથે નજીકના સબંધ છે.

આ ઉપરાંત તેમની અરજીના સ્પસ્ટ કરવામાં આવ્યું છે કે સીબીઆઈ ડીએસપી દેવેન્દ્રકુમાર વિરુદ્ધ ચાલી રહેલા કેસમાં અજીત ડોભાલે એક સમયે હસ્તક્ષેપ કર્યો હતો. જેમાં તેમના મોબાઈલ ફોન સાબિતી તરીકે જપ્ત કરવામાં ના આવે. સિન્હાએ દાવો કર્યો કે તેમના વોટ્સએપ મેસેજ તેમની વિરુદ્ધ અનેક સાબિતી હતી. આ ઉપરાંત ડોભાલે અસ્થાનાના ઘરમાં થયેલા સર્ચને રોકવાના પણ આદેશ આપ્યા હતા.

સિન્હાએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે લાંચ આપવા લેવાના કેસમાં સામેલ ઉદ્યોગપતિ સના સતીશ બાબુની મુલાકાત સીવીસી કેવી ચૌધરી સાથે થઈ હતી જેમાં મોઈન કુરેશી અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. તેની બાદ સીવીસીએ રાકેશ અસ્થાનાને બોલાવી આ અંગે પૂછ્યું હતું. જો કે આ કેવી ચૌધરીએ આ મામલો અદાલતમાં હોવાનું કહીને જવાબ આપવાનું ટાળ્યું હતું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY