વાંચો .. હાર્દિક પટેલે ૧૦ ટકા આર્થિક અનામત પછી પણ ભાજપને કેમ કહ્યું “અત્યાચારી ભાજપ “

0
4452
Hardik Patel Ask This Question After 10 Percent Savarn Anamat Bill Pass In Rajyasabha

દેશમાં સર્વણ ગરીબોને ૧૦ ટકા અનામત આપવાનું બંધારણીય બિલ લોકસભા અને રાજયસભામાં મંજુર કરી દેવામાં આવ્યું છે. તેમજ તેને મંજુરી માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે.જેના લીધે હવે સર્વણ ગરીબો માટે ૧૦ ટકા અનામતનો રસ્તો સાફ થયો છે.

જો કે આ અંગે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી અનામત આંદોલન કરી રહેલા હાર્દિક પટેલે જણાવ્યું કે આ માંગ સાથે ગુજરાતના ગરીબ પરિવારો છેલ્લા ત્રણ વર્ષથી આ મુદ્દે આંદોલન કરી રહ્યા છે. જો સરકારે અનામત મુદ્દે આ નિર્ણય લેવાનો જ હતો તો આટલો બધો અત્યાચાર શા માટે. મારી પર દેશદ્રોહન કેસ કેમ કરવામાં આવ્યો. મારા સમાજના ૧૪ યુવાનોની હત્યા શા માટે, પંદર હજારથી વધારે યુવાનો પર થયેલા લાઠીચાર્જનો હિસાબ કોણ આપશે. સરકારી મિલકતને થયેલા નુકશાનનું કોણ જવાબદાર. આજે હું આ સવાલ અત્યાચારી ભાજપને કરવા માંગું છું. તેમજ વિખ્યાત ધારાશાસ્ત્રી અને રાજયસભા સાંસદ કપિલ સિબ્બલનો સંસદ સત્રમાં અમારી વાત કરવા બદલ આભાર માનું છું.

આ પૂર્વે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા સવર્ણ સમાજને ૧૦ ટકા અનામત આપવાની જે વાત કરવામાં આવી છે એ વાતને લઈને થોડાક ખુલાસા અને હકીકત શું છે એ બાબત આપને જણાવી રહ્યો છું.૧૦ ટકા અનામત જો લાગુ થતી હોય તો આપ સૌની જીત છે પરંતુ લોકસભા ચૂંટણીને અનુસંધાને કોઈ લોલીપોપ હશે તો મારે તમારે આપ સૌએ જાગૃત નાગરિક તરીકે આ સરકારના વિરોધમાં આવવું પડશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં મોદી સરકારે કેબીનેટથી લઈને રાજયસભા સુધી સર્વણ ગરીબો માટે ૧૦ ટકા અનામતની બિલ મંજુર કરી દીધું છે. જેને કોંગ્રેસ પક્ષે પણ સમર્થન આપ્યું છે. તેમજ આ બિલ બુધવારે રાત્રે રાજયસભામાં મંજુર કર્યા બાદ સિલેક્ટ કમિટીમાં મોક્લવાને બદલે સીધું જ રાષ્ટ્રપતિને મોકલવાની પણ રાજયસભાએ મંજુરી આપી દીધી છે. જેના લીધે આ બિલ રાષ્ટ્રપતિ સહી કરશે તેની સાથે જ કાયદાનું સ્વરૂપ લેશે અને દેશભરમાં આ બિલની જોગવાઈ લાગુ કરવામાં આવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY