CBSE પેપર લીક કેસમાં RSS ના વિધાર્થી સંગઠન ABVPના સંયોજક સહિત બેની ધરપકડ

0
1120
RSS Student Wing Jharkhand ABVP Convener Arrest In CBSE Paper Leak Case

CBSE પેપર લીક મામલાની તપાસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં CBSE પેપર લીક કેસમાં પોલીસે RSS ના વિધાર્થી સંગઠન ABVP ઝારખંડના સંયોજક સતીશ પાંડેય અને તેમના કેટલાક સહયોગીની ધરપકડ કરી છે. ABVP ઝારખંડના સંયોજક સતીશ પાંડેય ચતરા જીલ્લામાં જતરાહીબાગમાં ખાનગી સ્ટડી સેન્ટર ” સ્ટડી વિઝન” ચલાવે છે. આ ઉપરાંત તેમના સહયોગી પંકજ સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે.

CBSE પેપર લીક મામલાની તપાસ કરી રહેલી એસઆઈટીએ જવાહર નવોદય અને ડીએવી સ્કુલમાં વિધાર્થીઓના નિવેદન બાદ આ લોકોની ધરપકડ કરી હતી. તેમની પર આરોપ છે કે આ બંને વ્યકિતને પરીક્ષા પૂર્વે જ વોટ્સએપ પર પેપર મોકલ્યા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર આ બે વ્યક્તિની ધરપકડ બાદ એસઆઈટીએ ઝારખંડ અને બિહારમાંથી અલગ અલગ જીલ્લામાંથી લગભગ એક ડઝન જેટલા લોકોની ધરપકડ કરી છે.
આ અંગે એસપી અખિલેશ વારીયારે જણાવ્યું હતું કે આ કેસમાં સામેલ તમામ લોકો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ કેસમાં પ્રશ્ન પત્ર લીક કરનારા અને પૈસા લઈને પ્રશ્નપત્ર આપનારા અને સોશિયલ મીડિયા પર ગેરકાનુની રીતે પેપર મોકલનાર લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે CBSE નું ધોરણ ૧૦નું મેથ્સ અને ધોરણ ૧૨નું ઇકોનોમિકનું પેપર વોટ્સએપ પર લીક થયું હતું. જે પેપર એક હજાર રૂપિયાથી લઈને ૩૫ હજાર રૂપિયા સુધી વેચાયું હતું. તેમજ આ પેપર એક વિધાર્થીથી બીજા વિધાર્થી સુધી નાણા મારફતે પહોંચતું રહ્યું હતું. આવી રીતે આ પેપર અનેક વિધાર્થીઓ અને ટીચર સુધી પહોંચતું રહ્યું હતું.
જો કે આ ઘટનાની બાદ પોલીસ એક્શન આવી હતી અને ક્રાઈમ બ્રાંચે વોટ્સએપ લીંકની તપાસ શરૂ કરી હતી. જે અંતર્ગત અનેક કોચિંગ કેમ્પ પર છાપો માર્યો હતો.

જો કે વોટ્સએપની લાઈન એટલી લાંબી છે કે તેના મુખ્ય આરોપી સુધી પહોંચવામાં પોલીસને થોડો સમય લાગશે. જો કે પોલીસ મેસેજ મોકલનાર અનેક લોકોને અટકાયતમાં લઈને પૂછતાછ શરૂ કરી છે. પરંતુ તેમાં મોટાભાગના વિધાર્થીઓ હોવાના લીધે પૂછતાછમાં નરમાઈ વર્તવામાં આવી રહી છે.

CBSE પેપર લીક મામલે કોંગ્રેસે મોદી સરકાર પર આક્રમક પ્રહાર કર્યા હતા. જેમાં કોંગ્રેસે આરોપ મુક્યો હતો કે સરકારના મદદથી CBSE પેપર લીક થયું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે જાણકારી હોવા છતાં CBSE ના વડાએ આ બાબતને દબાવી રાખી હતી. તેમને તાત્કાર્લીક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ. આ ઉપરાંત સુરજેવાલાએ માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરના રાજીનામાંની પણ માંગ કરી હતી.

તેમણે કહ્યું કે આ સરકાર આવ્યા બાદ બે વર્ષ સુધી CBSE ચેરમેનની જગ્યા ખાલી હતી. રણદીપ સુરજેવાલાએ આક્ષેપ મુક્યો કે ૮ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ પીએમ મોદીના માનીતાને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે જયારે દિલ્હીમાં પેપર લીક થઈ રહ્યા છે ત્યારે તે ગુજરાતમાં તેમના માઉન્ટેરીંગનું પુસ્તક પ્રમોટ કરવામાં વ્યસ્ત છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY