ભાજપના અનેક નેતાઓના માર્ગદર્શક સંત Bhaiyyu Maharaj એ આપઘાત કર્યો, મોતનું રહસ્ય અકબંધ

0
2009
Saint Bhaiyyu Maharaj Suside Him Self Reason Not Disclose

ભાજપના અનેક નેતાઓના માર્ગદર્શક સંત Bhaiyyu Maharaj એ મંગળવારે બપોરે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. જો કે તેમને સારવાર માટે ઇન્દોરની બોમ્બે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમયમાં જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જો કે પોલીસે ઘટના સ્થળને સીલ કરી દીધું છે અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.

મધ્ય પ્રદેશની શિવરાજસિંહ સરકારે તેમને રાજ્ય કક્ષાના મંત્રીનો દરજ્જો આપેલો છે. જો કે તેમના મૃત્યુને સમાચાર સાંભળીને તેમના અનુયાયીઓની ભીડ હોસ્પિટલની આસપાસ એકત્ર થવા લાગી છે. જો કે આ ઘટના અંગેની બીજી કોઈ જ વિગતો હજુ સામે આવી નથી.હોસ્પિટલ પાસે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે.

સંત Bhayyji Maharaj એ નાની ઉમંરે ભારતની રાજનીતિ માં મોટું નામ ધરાવતા હતા. ભાજપ કોંગ્રેસના તમામ નેતાઓ તેમની સાથે સબંધ ધરાવતા હતા.તેમનું અસલી નામ ઉદયસિંહ દેશમુખ હતું. તેમનું નામ ચર્ચામાં ત્યારે આવ્યું જયારે કોંગ્રેસ શાસનમાં અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી અનશન માં ભૂખ હડતાલમાં બેઠેલા અન્ના હજારે ના ઉપવાસ તોડાવવા સહાય કરી હતી.

આ ઉપરાંત ગુજરાતના તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ સદભાવના ઉપવાસ વખતે પણ તેમને બોલાવ્યા હતા. નરેન્દ્ર મોદી સીએમ હતા તે કાર્યકાળ દરમ્યાન તે અવારનવાર ગુજરાતની મુલાકાતે આવતા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY