મોદી સરકાર પર શરદ પવારના પ્રહાર, કહ્યું દેશમા કટોકટી લાદવાની કિંમત ચુકવવી પડશે

0
95
Sharad Pavar Attack Modi Government Said Government Will Paid Try To Impose Emergency In Country

અગસ્તા વેસ્ટલેન્ડ કેસને લઈને એનસીપીના સુપ્રીમો શરદ પવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ પર સત્તાના દુરઉપયોગનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મોદી સરકાર સત્તાનો દુરઉપયોગ કરીને વિરોધીને મુશ્કેલીમાં મૂકી રહી છે. જેમાં અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં આરોપી મિશેલ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીનું નામ આપ્યું તે આનું ઉદાહરણ છે.

એનસીપી સુપ્રીમો શરદ પવારે વધુમાં જણાવ્યું કે મારા ૫૨ વર્ષની રાજકીય કારકીદિર્માં હું પહેલી વખત સત્તાનો આવી રીતે થતો ગેરઉપયોગ જોઈ રહ્યો છું. સુપ્રીમ કોર્ટ, આરબીઆઈ સીબીઆઈ આ પ્રકારની ઘટનાત્મક સંસ્થાઓ પર કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા હુમલા, તેના કામમાં સરકારનો હસ્તક્ષેપ પણ વધી રહ્યો છે. વિરોધીઓને નામોષ કરવાનો પ્રયાસ મતલબ દેશમાં કટોકટીની પરિસ્થિતિ નિમાર્ણ કરવાનો છે.

દેશ ઉપર કટોકટી લાદવાની કિંમત ભાજપ પણ આ જ માર્ગે જઈ રહ્યો છે તેથી તેણે પણ કિંમત ચૂકવવી જ પડશે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચુંટણી ૨૦૧૯માં ગઠબંધનને લઈને એક વાર ફરી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે સાફ કરી દીધું છે કે મહારાષ્ટ્રમાં એનસીપી કોંગ્રેસ પક્ષ સાથે મળીને લોકસભા ચુંટણી જંગમાં ઉતરશે.

આ ઉપરાંત એનસીપી પ્રમુખે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સીટોની વહેંચણી અંગે ચર્ચા ચાલી રહી છે. જેમાં ૪૦ બેઠકો પર ચર્ચા થઈ છે જયારે આઠ બેઠકો પર ચર્ચા બાકી છે. જે પણ ટૂંક જ સમયમાં પૂર્ણ થઈ જશે.

ત્રણ રાજયોમાં કોંગ્રેસની જીત બાદ યુપીએના સાથી પક્ષો હવે કોંગ્રસથી નિકટતા વધારી રહ્યાં છે. જેમાં હાલમાં બિહારમાં પણ એનડીએમાંથી છેડો ફાડીને ઉપેન્દ્ર કુશવાહા કોંગ્રેસના મહાગઠબંધનમાં જોડાયા હતા. તેમજ યુપીએ મજબુત કરવાની દિશામાં કોંગ્રેસનું આ પ્રથમ પગલું હતું. જેના પગલે અત્યાર સુધી યુપીએથી અંતર બનાવી ચુકેલા અનેક રાજકીય પક્ષો હવે ધીરે ધીરે યુપીએ તરફ આગળ વધી રહ્યા છે.

તેવા સમયે મહારાષ્ટ્રમાં એનસીપીના પ્રમુખ શરદ પવારની આ જાહેરાત પણ યુપીએને દેશમાં મજબુત કરવાની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. તેમજ સાથી પક્ષો હવે રાહુલ ગાંધીના નેતુત્વને સ્વીકારતા થયા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY