RSS ની હિંદુ રાષ્ટ્રની અવધારણા પાકિસ્તાનનો પડછાયો : શશી થરૂર

0
280
Shashi Tharoor Said Concept Of Hindu Nation Of Rss The Shadow Of Pakistan

કોંગ્રેસ નેતા શશી થરૂર તેમના નિવેદન પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ભાજપ અને RSS પર એકવાર ફરી નિશાન સાંધ્યુ છે. તેમણે કહ્યું છે કે આરએસએસ હિંદુ રાષ્ટ્રની અવધારણા પાકિસ્તનાનો પડછાયો છે. તેમણે કહ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે ગૌરવવંતી હિંદુ એવી શાસન વ્યવસ્થામાં રહેવાનું પંસદ નહી કરે જે અસહિષ્ણુ અને ધર્મશાસિત હોય.

કોંગ્રેસ સાંસદે ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે ‘ મે પહેલા જ કહ્યું અને ફરી કહીશ. પાકિસ્તાનની સ્થાપના ધર્મના વર્ચસ્વવાળા દેશ તરીકે અલ્પસંખ્યકો પર ભેદભાવ કરીને તેમને સમાન અવસરથું ઉપેક્ષિત રાખવા થઈ હતી. થરૂરે આગળ જણાવ્યું કે ભારતે ક્યારેય એ તર્કને સ્વીકાર નથી કર્યો જેમાં દેશના ભાગલા થાય. પરંતુ ભાજપ/આરએસએસની હિંદુ રાષ્ટ્રની અવધારણા પાકિસ્તાનનો પડછાયો છે. આ અવધારણા એવા રાષ્ટ્રની છે જે પોતાના અલ્પસંખ્યકોને બેવડો દરજ્જો આપે છે. આ હિંદુ પાકિસ્તાન થશે અને તેની માટે કોઈ સ્વતંત્ર સંગ્રામ ન હતો અને ન તો બંધારણની અવધારણા સાથે તેનો સબંધ હતો

આ ઉપરાંત તો ભારત હિંદુ પાકિસ્તાન બની જશે આ નિવેદનથી પીછેહઠ કરવાનો કોઈ ઈરાદો નથી અને તેઓ આનો વારંવાર પુનરોચ્ચાર કરતા રહેશે. થરુરે ગુરુવારે ટ્વિટર અને ફેસબુક પર પોતાના નિવેદનને લઈને સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. થરુરે ટ્વિટર પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તો તે ‘હિંદુ પાકિસ્તાન’ જેવા હાલાત પેદા કરશે. એક કાર્યક્રમમાં શશિ થરુરે કહ્યું કે ભાજપ નવું બંધારણ લખશે જે ભારતને પાકિસ્તાન જેવા દેશમાં બદલવાનો રસ્તો સાફ કરશે, જ્યાં અલ્પસંખ્યકોના અધિકારોનું કોઈ સન્માન હશે નહીં.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY