Shivsena એ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, પૂછયું કાશ્મીરમાં આતંકવાદ પર કયારે વિજય મેળવશો

0
1054
Shivsena Ask Bjp Government When will win terrorism In Kashmir

Shivsena અને ભાજપ વચ્ચે પડેલી તિરાડ ધીરે ધીરે મોટી થઈ રહી છે. જેમાં હવે શિવસેના નેતા મોદી સરકાર પર સતત અલગ અલગ મુદ્દા પર નિશાન તાકી રહ્યા છે. જેમાં હાલમાં પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર નિશાન તાકતા શિવસેનામાં મુખપત્ર સામનામાં કહ્યું આકરો પ્રહાર કર્યો હતો. આ વખતે તેમણે સીમા પર શહિદ જવાનોને લઈને સરકારને ઘેરી છે.

સામનાના સંપાદકીયમાં લખવામાં આવ્યું છે કે આજે શહીદોને શ્રદ્ધાંજલિ આપવી અને પુષ્પચક્ર અર્પણ કરવા નેતાઓનું કામ માત્ર છે. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન તાકતા કહ્યું કે મહારાષ્ટ્રમાં સાંગલી, જલગાવ નગર નિગમની ચુંટણી ભાજપે જીતી છે. રાજ્યસભા ઉપસભાપતિ પદ પણ તમે મેળવ્યું છે. પરંતુ કાશ્મીરના આતંકવાદ પર ક્યારે વિજય મેળવશો

કાશ્મીરમાં હાલમાં જ થયેલા હુમલામાં ચાર જવાન શહીદ થયા છે. જેમાં મેજર કોસ્તુભ રાણે પણ સામેલ હતા. તેમની શહાદ્તને લઈને શિવસેના ભાજપ પર તીખા પ્રહાર કર્યા છે અને પૂછ્યું છે કે હજુ કેટલા મેજરનું બલીદાન આપવામાં આવશે. વર્ષ ૨૦૧૯ની ચુંટણીમાં શહીદોના નામે જુમલેબાજી ના કરે સરકાર. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે શહીદના મૃત્યુ બાદ ડીજે વગાડીને નાચનારી સરકારની અમારી જરૂર છે.

શિવસેના અને ભાજપ ભલે કેન્દ્ર અને રાજય સરકારમાં ભાગીદાર છે. પરંતુ તેમના સંબધો હાલ એ રીતે ખરાબ થઈ ચુક્યા છે કે બંનેએ આગામી લોકસભા અને વિધાનસભા ચુંટણી અલગ લડવાની પણ જાહેરાત કરી દીધી છે. પરંતુ આ પ્રથમ વાર હશે જ્યારે બંને લોકસભા ચુંટણી અલગ અલગ લડશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY