શિવસેનાનો યોગી સરકાર પ્રહાર, કહ્યું યોગીરાજમાં થઈ રહ્યાં છે તોફાનો

0
1124
Shivsena Attack On Bjp Government Riots Erupt In Yogiraj In Uttar Pradesh

શિવસેનાએ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં થયેલા હુમલા બાદ યોગી સરકાર પર નિશાન સાંધ્યુ છે. શિવસેનાએ કહ્યું કે તે શહેરોના નામ બદલવામાં વ્યસ્ત છે પરંતુ રાજયના મહત્વના મુદ્દાઓને તે ઉકેલી શકતા નથી. શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખ્યું છે કે સૈનિકો અને પોલીસ કર્મચારીઓનો કોઈ ધર્મ નથી હોતો. તેમજ જે લોકો સત્તામાં હોય છે તેમણે પણ આ જ રીતે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.

રામમંદિરનો મુદ્દો ફરી ઉઠાવતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શું હવે રામમંદિર બનશે? સોમવારે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં સીયાનામાં મૃત પશુના અવશેષ મળતા ગાયના અવશેષ હોવાની અફવા ફેલાઈ હતી. જેમાં ભીડ અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં એક ૨૦ વર્ષીય પોલીસ ઇન્સ્પેકટરની ભીડે હત્યા કરી નાંખી હતી.

આ હિંસા વિશે શિવસેનાએ કહ્યું કે યોગીરાજના તોફાનો થઈ રહ્યાં છે. ગૌમાંસને લઈને હિંસા થઈ તેમાં પોલીસ ઇન્સ્પેકટરનો જીવ જતો રહ્યો છે. આ ઉપરાંત શિવસેનાએ તેલંગાનામાં ભાજપની સરકાર બનવા પર હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર રાખવાના નિવેદનની પણ ટીકા કરી હતી.

યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ નિવેદન બુધવારે આપ્યું હતું. શિવસેનાએ કહ્યું કે યોગી હૈદરાબાદનું નામ બદલવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ રાજયના મૂળભૂત મુદ્દાને ઉકેલવામાં તે નિષ્ફળ રહ્યાં છે. સામનામાં તેના તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે તેમની સામે આવેલો પ્રશ્ન ઈતિહાસ સાથે જોડાયેલો છે જયારે તે આનો જવાબ ભૂગોળ સાથે જોડી રહ્યા છે. પ્રશ્ન એ છે કે હૈદરાબાદ ક્યારે ભાગ્યનગર બનશે પરંતુ રામમંદિર કયારે બનશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY