Shivsena એ Modi સરકારને ફેંકયો આ મોટો પડકાર

0
2652
Shivsena Give This Big Challange To Modi Government

ભાજપ પર સતત હુમલા કરી રહેલી Shivsena એ હવે ભાજપ માટે મહત્વના નેતા એવા વીર સાવરકરને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાક્યું છે. જેમાં શિવસેનાએ કહ્યું છે કે જો એનડીએ સરકારના ડીએનએમાં ” અસલી હિંદુ ખૂન” હોય તો હિંદુત્વના આઈકોન વીડી સાવરકરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. શિવસેનાએ આરોપ લગાવ્યો કે એનડીએ સરકાર ભારતીય જનસંઘના સ્થાપક દિનદયાલ ઉપાધ્યાયના ફોટા દેશભરની ઓફિસો અને બિલ્ડીગો પર લગાવે છે. પરંતુ સાવરકરના ફોટા માટે કોઈ જ સ્થાન નથી.

શિવસેનાએ કહ્યું કે વર્તમાન સરકારે વીર સાવરકરને ભારત રત્ન આપવાની જાહેરાત કરવી જોઈએ. જો તેમની નસોમાં અસલી હિન્દુત્વ લોહી દોડી રહ્યું હોય તો જાહેરાત કરવી જોઈએ નહીં તો જાહેરાત કરવી જોઈએ તો હિંદુતત્વ માત્ર રાજકારણ માટે જ ઉપયોગમાં લે છે. શિવસેના નેતા સંજીવ રાઉતે પક્ષના મુખપત્ર સામના સાથે આવતી એક પૂર્તિમાં આ વાત કહી હતી.

સંજય રાઉતે કહ્યું કે આ દુઃખની બાબત છે કે જિન્હાની તસવીર દુર કરવાની માંગ બાદ હવે કેટલાંક મુસ્લિમ સંગઠનો સાવરકરની તસવીર દુર કરવાની માંગ કરી રહ્યાં છે.રાઉતે જણાવ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં જિન્હાની તસવીરને લઈને ઉભો થયેલો વિવાદ વર્ષ ૨૦૧૯ની ચુંટણી પૂર્વે ધ્રુવીકરણનું ષડયંત્ર છે.

રાઉતે આશંકા વ્યક્ત કરી કે દેશમાં ફરી હિંદુત્વનો મુદ્દો ચુંટણીમાં હાવી થવાનો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન, જીન્હા કે સાવરકર જેવા મુદ્દા ત્યારે જ ઉઠે છે જયારે દેશમાં કોઈ મોટી ચુંટણી આવવાની હોય છે. તેમણે કહ્યું કે આ એક રહસ્ય છે. એવું લાગે છે કે કોંગ્રેસના મણીશંકર ઐયર જેવા લોકો આ વિવાદ ઉભો કરવામાં લાગી જાય છે. તેની ટીકા થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં સત્તામાં સહયોગી હોવા છતાં શિવસેના સતત ભાજપ પર પ્રહાર કરતી રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY