Sonia Gandhi કરશે મોદી સરકાર પર આક્રમક પ્રહાર, બે વર્ષ બાદ કર્ણાટકમાં ચુંટણી સભાને સંબોધશે

0
739
Sonia Gandhi Today Address Election Rally In Karnataka Will Attack Modi Government

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુપીએ ચેરપર્સન Sonia Gandhi આજે બે વર્ષ બાદ ચુંટણી સભાને સંબોધિત કરશે. જેમાં તે કર્ણાટકની ચુંટણીને અનુલક્ષીને મંગળવારે બીજાપુરમાં સાંજે ૪ વાગે રેલીને સંબોધિત કરશે. જો કે આ ચુંટણી પ્રચારમાં આ તેમની પ્રથમ રેલી હશે. આ રેલીમાં સોનિયા ગાંધી મોદી સરકાર પર આક્રમક પ્રહાર કરશે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકારને પુનઃ ચુંટણીમાં જીતાડવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના તમામ સીનીયર નેતા હાલ કર્ણાટકમાં છે. જેમાં રાહુલ ગાંધી છેલ્લા ત્રણ મહિનાથી સતત કર્ણાટકમાં રેલીઓ કરી રહ્યાં છે. જેમાં સોમવારથી રાહુલ ગાંધીના ચુંટણી પ્રચારનો નવમો અને આખરી તબક્કો શરુ થયો છે.
sonia gandhi 02

સોનિયા ગાંધીએ આ પૂર્વે યુપી વિધાનસભા ચુંટણીમાં ઓગસ્ટ ૨૦૧૬માં પીએમ મોદીના સંસદીય ક્ષેત્રમાં વારાણસીમાં રોડ શો દરમ્યાન સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી હતી. તે સમયે તેમને એરલીફ્ટ કરીને તાત્કાલિક દિલ્હી પહોંચાડવામાં આવ્યા હતા. તેની બાદ સોનિયા ગાંધીએ પોતાને ચુંટણી અભિયાનથી દુર રાખ્યા હતા.
sonia gandhi 03

ઉલ્લેખનીય છે, આ પૂર્વે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુપીએ ચેરપર્સન Sonia Gandhi એ દિલ્હીમાં ૨૯ એપ્રિલના રોજ આયોજિત જન આક્રોશ રેલીમાં મોદી સરકાર પર આક્રમક પ્રહાર કર્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું દેશમાં કાયદાની નહીં પરંતુ મનમર્જીની સરકાર ચાલે છે. તેમણે કહ્યું દેશમાં પેટ્રોલીયમ પ્રોડક્ટના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે સામાન્ય લોકો આજે પણ પરેશાન છે. તેમજ શું અમારા નેતાઓએ આ દિવસ માટે દેશ માટે બલિદાન આપ્યું હતું. મોદીજી જે વાયદા કરતા હતા કે ના ખાઈશ અને નહી ખાવા દઉનું શું થયું. આ દેશમાં બેટીઓ સુરક્ષિત નથી અને અપરાધીઓને સુરક્ષા આપવામાં આવે છે.

રામલીલા મેદાન પર જનઆક્રોશ રેલીને સંબોધતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે મોદી સરકારે લોકો સાથે દગો કર્યો છે. તેમણે ખેડૂતોને ડબલ ભાવ આપવાનો વાયદો પણ પૂર્ણ કર્યો નથી . તેમજ યુવાનોને રોજગાર આપવાની બાબત પણ પોકળ સાબિત થઈ છે. આ ઉપરાંત મોદી રાજમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો અને પીએમ મોદી ચુપ બેઠા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY