Tamilnadu : પોલીસ ફાયરીંગમાં ૧૩ લોકોનાં મોત , તુતીકોરીન જઈ શકે છે Rahul Gandhi

0
736
Tamilnadu Tuticorin 13 People Died In Police Firing Rahul Gandhi Will Visit Place

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુના સ્ટરલાઈટ કોપર પ્લાન્ટમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં પોલીસ ફાયરીંગમાં માર્યા ગયેલા ૧૩ લોકોના પરિવારજનોને મળવા માટે તૂતીકોરીન જાય તેવી શક્યતા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી ત્યાં જઈને લોકો સાથે વાતચીત કરવા માંગે છે. જો કે હાલમાં આ માહોલમાં આ સંભવ નથી તેમજ સ્ટરલાઈટ કોપર પ્લાન્ટની આસપાસ ૧૪૪ની કલમ લગાડવામાં આવી છે. તૂતીકોરીનમાં થયેલી હિંસામાં પ્રથમ દિવસે ૧૧ લોકો માર્યા ગયા હતા. જેની બાદ બે દિવસમાં ઘાયલ લોકોના પણ હોસ્પિટલમાં મોત થયા છે.

બુધવારે પણ સ્ટરલાઈટ કોપર પ્લાન્ટની બહાર આક્રોશિત લોકોએ હિંસા કરી અને પોલીસના વાહનોને આગ લગાડી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હિંસા બંધ થવાની રાહ જોઈ રહ્યાં છે. આ બધા વચ્ચે ડીએમકે નેતા એમકે. સ્ટાલીને કહ્યું કે છેલ્લા ત્રણ દિવસ સુધી તુતીકોરીનમાં હિંસા અને તણાવનો માહોલ છે. રાજ્ય સરકારે કેટલીક બદલીઓ કરી ક છે પરંતુ મુખ્યમંત્રી પીડિતોને મળવા નથી ગયા. તેમણે આની જવાબદારી લઈને પોતાના પદપરથી રાજીનામું આપી દેવું જોઈએ.

તેમણે કહ્યું કે આ ઘટના અંગે તપાસ પંચ નીમવાની જરૂર છે. તેમજ સીટીંગ જજની અધ્યક્ષતામાં પંચ નીમાવવું જોઈએ. આ પૂર્વે પણ શૂટઆઉટની ઘટના સામે આવી છે પરંતુ તેમાં નેતાઓ ગયા હતા અને તેમને મળ્યા હતા અને સાંત્વના આપી હતી. સ્ટાલિન પાર્ટી ડીએમકે સચિવાલયની બહાર વિરોધપ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનમાં સ્ટાલિન,દુરઈમુરીગન, સેકરબાબુ સહિત અનેક નેતાઓ સામેલ થયા હતા. ડીએમકે ધારાસભ્યોએ મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ૧૩ લોકોના મોત થયા છે જયારે ૭૦ થી વધુ લોકો ઘાયલ છે. તેમની સારવાર સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે. ગતરાત બાદ તુતીકોરીનમાં હિંસાના કોઈ સમાચાર નથી. જો કે તેમ છતાં આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ગોઠવવામાં આવી છે. તેમજ આ વિસ્તારમાં ૧૫ દિવસ સુધી ઇન્ટરનેટની સેવા બંધ કરી દેવામાં આવી છે. આ તણાવના લીધે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. જેમાં ત્રણ દિવસ સુધી સતત દુકાનો બંધ રહી હતી. તેમજ હિંસા ફેલાવવાના કેસમાં પોલીસે ૬૭ લોકોની ધરપકડ પણ કરી છે.

આ સમગ્ર ઘટના તમિલનાડુ પ્રદુષણ નિયંત્રણ બોર્ડે સ્ટરલાઈટ પ્લાન્ટનું લાયસન્સ રીન્યુ નહોતું કર્યું. બોર્ડે નોંધ્યું હતું કે કંપની પર્યાવરણના નિયમોનો છડેચોક ભંગ કરે છે. તેમજ કંપની તેનો વેસ્ટ ધાતુ નદીમાં વહેવડાવી દે છે.જો કે કંપનીએ આ આરોપોને નકારી દીધા છે. જયારે સ્થાનિક લોકોને પ્રદુષિત પાણીના લીધે કેન્સર થવાની અફવાહ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY