તેલંગાના વિધાનસભા ચુંટણી આવતીકાલે મતદાન, ટીઆરએસ અને કોંગ્રેસ મહાગઠબંધન વચ્ચે મુકાબલો

0
1046
Telangana Assembly Election Tommorrow Voting Tuff Fight Between TRS And Congress Led Coalition

તેલંગાનામાં ૭ ડિસેમ્બરના રોજ આવતીકાલે વિધાનસભા ચુંટણી માટે મતદાન યોજાશે. જેની માટે ચુંટણીપંચે તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેમજ કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જયારે આ બંને રાજ્યોના પરિણામ પણ અન્ય ત્રણ રાજ્યોના સાથે જ ૧૧ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. જેમાં તેલંગાનામાં ૧૧૯ બેઠકો પર મતદાન યોજાશે.

તેલંગાનાની વાત કરીએ તો અહિયાં ટીઆરએસ અને કોંગ્રેસના નેતુત્વવાળા મહાગઠબંધન વચ્ચે મુકાબલો છે. જયારે ભાજપ પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. કોંગ્રેસના નેતુત્વવાળા મહાગઠબંધનમાં કોંગ્રેસ, ટીડીપી, સીપીઆઈ, તેલંગાના જન સમિતિ અને બીકેપી પણ સામેલ છે. જયારે રાજ્યની સત્તારૂઢ ટીઆરએસને ઔવેસીનું સમર્થન મળી શકે તેમ છે.

તેલંગાનામાં ટીઆરએસ સરકાર વિરુદ્ધ મજબુત લહેર છે અને કોંગ્રેસના સમર્થનવાળા મહાગઠબંધનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકારો સાથ વાતચીત કરતા જણાવ્યું હતું કે તેલંગાના લોકોની સત્યનો અવાજ જ આ વખતે સરકારને ચુંટશે.આ દરમ્યાન તેમણે કહ્યું કે ખેડૂતોની સમસ્યાએ દેશની સમસ્યા છે. તેમજ જ્યાં સુધી આત્મહત્યાની વાત છે ત્યાં સુધી ખેડૂત હોય કે યુવાનો તેમને કોઈ રસ્તો નથી બતાડી રહ્યું. યુવાનો રોજગાર શોધી શોધીને થાકી ગયા છે અને ખેડૂતો તેમની બદહાલીથી પરેશાન છે. આ ચુંટણીમાં રાજ્યના લોકો પોતાની માટે વોટ નાંખશે.

તેલંગાનામાં ૨.૮૦ કરોડ વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેલંગાનામાં ચુંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે તેલંગાના ચુંટણીનું પરિણામ ત્રણ રાજ્યોના પરિણામ સાથે ૧૧ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY