પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન સામે ગોદરેજ સમૂહે કરી હાઈકોર્ટ અરજી કરી

0
5678
This Biggest Hurdle Come In Way Of PM Modi Dream Project Bullet Train

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ ખેડૂતોના વિરોધનો સામનો કરી રહેલા PM Modi ના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના રસ્તામાં હવે નવી અડચણ ઉભી થઈ છે. જેમાં આ વખતે દેશના દિગ્ગજ કારોબારી ગોદરેજ સમૂહે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ શરૂ કર્યો છે.

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન મોદી સરકાર માટે માથાનો દુઃખાવો બની છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ જમીન સંપાદનનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે મુંબઈમાં ગોદરેજ સમૂહની અંદાજીત ૩.૫ હેક્ટર જમીન બુલેટ ટ્રેનના રસ્તામાં આવી છે. જેની કિંમત અંદાજે ૫૦૦ કરોડ રૂપિયા છે. એક અખબારના અહેવાલ અનુસાર બુલેટ ટ્રેન યોજના માટે વિખરોલી સ્થિત પ્રોપર્ટી અધિગ્રહણના વિરોધમાં ગોદરેજ સમૂહ બોમ્બે હાઈકોર્ટમાં પણ અરજી કરી છે.

આ અપીલનો મતબબ એ છે કે જો બુલેટ ટ્રેન પરિયોજનાનો રસ્તો બદલવામાં નહીં આવે તો સમગ્ર પ્રોજેક્ટ કાયદાકીય લડાઈમાં ફસાઈ શકે છે. જો કે આ ઉપરાંત સરકાર પાસે મહારાષ્ટ્રના ભૂમિ અધિગ્રહણ કાયદો ૨૦૧૩ અનુસાર જમીનનો કબજો લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ભાજપે જે લોકસભા બેઠક પર પેટા ચુંટણી જીતી છે પાલધર જીલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અને સ્થાનિક સમુદાયો અને આદિવાસીઓ દ્વારા તેનો વિરોધ શરૂ થયો છે. પાલઘર જિલ્લાના ૭૦થી વધુ આદિવાસી ગામોના લોકોએ આ પ્રોજેક્ટ માટે જમીન આપવાનો ઈનકાર કર્યો છે. એટલું જ નહીં, આ વિસ્તારમાંથી પસાર થતા મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે મોટા વિરોધની તૈયારી પણ શરુ કરી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર જાન્યુઆરી-2019થી કામ શરુ કરવાનું આયોજન છે. અને કેન્દ્ર સરકારે 508 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોર માટે આ વર્ષના અંત સુધીમાં જમીન સંપાદન પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. મુંબઈ અને અમદાવાદને જોડતા આ હાઈસ્પીડ રેલ કોરિડોરનો લગભગ 110 કિલોમીટરનો ભાગ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી પસાર થાય છે. રેલ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં અમારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં અમે આશા રાખીએ છીએ કે, આ પ્રોજેક્ટ પર કાર્ય પૂર્વ નિર્ધારિત સમયમર્યાદામાં શરુ કરી દેવામાં આવશે.

આ પ્રોજેક્ટ માટે ભારતીય રેલવે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ૧૪૦૦ હેક્ટર જમીનનું અધિગ્રહણ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ પર રુપિયા ૧૦ હજાર કરોડનો ખર્ચ થવાની ધારણા છે.જેમા પાલઘર જિલ્લાના કેટલાક ગામોમાં ૨૦૦ હેક્ટર જમીનના સંપાદનને લઈને વિરોધ છે. તેમાંના મોટા ભાગના ગામ આદિવાસી ગામ છે. જ્યાં વિકાસ થયો જ નથી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY