આ કારણે વડાપ્રધાન મોદીની આ મહત્વકાંક્ષી યોજનાઓ રહી જશે અધુરી

0
6797
Will Prime Minister Narendra Modi This Scheme Not Completed In India After Four Years

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી કેટલીક યોજનાઓ અધ્ધરતાલ ચાલી રહી હોવાની વિગતો બહાર આવી છે. આ મહત્વકાંક્ષી યોજનાઓ અપેક્ષા મુજબની યોજના સાથે આગળ વધી શકી નથી. સ્માર્ટ સિટી યોજનાથી લઇને પીએમ આવાસ યોજનાના કામકાજમાં ધીમી ગતિના કારણે સંસદની સ્ટેન્ડિંગ કમીટી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આ અંગે માહિતી આપતા કમિટીએ કહ્યુ છે કે સ્માર્ટ સિટી , અમૃત હદ્ધય, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા યોજનાઓ શરૂ થવાથી લઇને હજુ સુધી કુલ ૩૬૧૯૪.૩૯ કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે પરંતુ આ જંગી રકમ પૈકી ૭૮૫૦.૭૧ કરોડ રૂપિયાની રકમ જ ખર્ચ કરવામાં આવી છે.

આમાંથી પણ સ્માર્ટ સિટી યોજના માટે ૯૯૪૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. પરંતુ ખર્ચનો આંકડો ૧૮૨.૬૨ કરોડનો રહ્યો છે. એટલે કે ૧.૮૩ ટકા જેટલી રકમ જ ખર્ચ કરવામાં આવી છે. આવી જ રીતે શહેરોમાં પાણી પુરવઠા માટેની અમૃત યોજના હેઠળ ૧૨૪૪૭ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવા છતાં માત્ર ૨૯ ટકા રકમ ખર્ચ કરવામાં આવી છે.સ્વચ્છ ભારત મિશન માટે પણ એટલા પ્રમાણમાં રકમની ફાળવણી કરવામાં આવી છે તે પૈકી ૩૮ ટકા રકમ જ ખર્ચ થઇ શકી છે. આવાસ યોજનામાં ૨૦ ટકા રકમનો જ ખર્ચ કરવામાં આવ્યો છે. આ તમામ યોજનાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજનાઓમાં સામેલ રહી છે. જો કે આ તમામ યોજનાને લઇને ઉદાસીનતા દેખાઇ રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY