કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ ઓગસ્ટ માસમાં પહેલાં જર્મની અને બાદમાં લંડનમાં મોદી સરકાર પર પ્રહાર કર્યા.તેમણે બેરોજગારી,ડોકલામ,અર્થતંત્ર અને બંધારણીય સંસ્થાઓ પર થઈ રહેલા હુમલાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે આ તમામ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. રાહુલ ગાંધીએ આગામી લોકસભા ચુંટણી વખતની વાત કરી હતી અને કહ્યું હતું કે આગામી ઈલેકશનમાં ભાજપ વિરુદ્ધ સમગ્ર વિપક્ષ ઉભો હશે. કારણ કે બંધારણીય સંસ્થાઓ પર હુમલો થઈ રહ્યો છે અને વિપક્ષ બંધારણ બચાવવા માટે કટીબદ્ધ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ભારતીય બંધારણ થઈ રહેલા હુમલાને રોકવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે અને વિપક્ષ સહમત છીએ અને અમારી પ્રથમ પ્રાથમિકતા ઝેર ફેલાવતું રોકવાની છે.રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં બેરોજગારી મોટી સમસ્યા છે તેનો ઉકેલ પણ આવી શકે છે. પરંતુ તે પહેલા આ સમસ્યા છે તે સ્વીકારવું પડશે પરંતુ વર્તમાન સરકાર આ સ્વીકાર કરતી નથી. તેમણે કહ્યું કે ચીન જ્યાં એક દિવસમાં ૫૦ હજાર લોકોને નોકરી આપે છે જયારે ભારતમાં માત્ર ૪૫૦ નોકરી આપવામાં આવે છે. આ એક આફત છે.
કોંગ્રેસ પ્રમુખે આ અંગે કોંગ્રેસનો દ્રષ્ટિકોણને મુકતા જણાવ્યું હતું કે હું વિવિધ સમુદાયો સાથે જવાનું પસંદ કરું છું. એક સામાન્ય ખેડૂત કૃષિ નિષ્ણાત કરતા વધુ જ્ઞાન ધરાવે છે. હું સામાજિક ન્યાયને અધિકાર આપનાર હથિયાર ગણું છું. સામાજિક ન્યાય ત્યારે જ સંભવ છે જયારે લોકતાંત્રિક સંસ્થાનોને મજબુત કરવામાં આવે