કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર જ થયા બેભાન, હાલ તબિયત સુધારા પર

0
984
Union Minister Nitin Gadkari collapsed on the dais at a function in Ahmednagar Maharashtra

મહારાષ્ટ્રમાં અહમદનગરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત અચાનક બગડતા તે ચાલુ કાર્યક્રમ દરમ્યાન જ સ્ટેજ પર બેભાન થઈ ગયા હતા. આ દરમ્યાન મહારાષ્ટ્રના રાજયપાલ વિદ્યાસાગર રાવે તેમને સંભાળ્યા હતા. ત્યાંથી તેમને તરત જ સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમજ હાલ તેમના ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરેલી માહિતી મુજબ તે સ્વસ્થ છે. તેમજ તે આગળના કાર્યક્રમમાં જવા માટે સ્વસ્થ છે.

જો કે આ પૂર્વે પણ ફ્હેલામાં પણ નીતિન ગડકરીની તબિયત અચાનક બગડી હતી.તેમજ એક રેલીમાં પણ તેમની હાલત અચાનક બગડી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મોદી સરકારમાં રોડ અને પરિવહન મંત્રી છે. તેમજ ગંગા સફાઈ અભિયાનની જવાબદારી પણ તેમને જ સોંપવામાં આવી છે. નીતિન ગડકરી નાગપુરના સાંસદ છે અને તે એકવાર ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY