યુપીમા શહેરોના નામ બદલવાના મુદ્દે ભાજપના મંત્રી જ નારાજ, કહ્યું પહેલા મુસ્લિમ નેતાઓના નામ બદલો

0
214
Yogi Government Minister Disatify With Name Change Issue Said First Change Name Of Bjp Muslim Leader

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના મંત્રી ઓમપ્રકાશ રાજભરે યોગી સરકારના નામ બદલવાના મુદ્દે તેમની પર પ્રહાર કર્યા છે ભારતીય જનતા પાર્ટીના સહયોગી સુહેલદેવે ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના કેબીનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે શહેરોના નામકરણને લઈને યોગી સરકારને નિશાના પર લીધી છે.

ઉત્તર પ્રદેશ સરકાર દિવ્યાંગ સશકિતકરણ મંત્રી રાજભરે ટ્વીટ કરીને યોગી સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત ગંગા જમનાની સંસ્કૃતિ પર બનેલું છે. તેમજ જેટલો ખર્ચ નામ બદલવામાં થઈ રહ્યો છે તેટલો જ ખર્ચ શિક્ષણ, રોજગારી, સ્વાસ્થ્ય કે ગરીબોના કલ્યાણમાં વાપર્યા હોય તો દેશનો નકશો કઈક બીજો જ હોત.

તેમણે ટ્વીટના અંતમાં લખ્યું છે કે ‘ દીપાવલી મેં અલી બસે, રામ બસે રમઝાન, એવું હોવું જોઈએ આપણું હિન્દુસ્તાન

ભાજપના યોગી સરકારના મંત્રી રાજભરના આ પ્રહારને ભાજપે હાલમાં જ લીધેલા પગલાંની પ્રતિક્રિયા છે. ભાજપે હાલમાં જ લોકસભા બેઠક પર પોતાના મંત્રીઓને પ્રભારી બનાવ્યા છે. જેમાં મંત્રી અનિલ રાજભરને ઘોસી લોકસભા બેઠક અને સલેમપુર લોકસભા બેઠકના પ્રભારી બનાવ્યા છે. ઓમ પ્રકાશના પુત્ર અરવિંદ રાજભર ઘોસા બેઠક પરથી દાવેદારી કરી રહ્યા છે. જયારે ઓમ પ્રકાશ અને અનીલ રાજભરના સબંધોમાં તણાવ છે.

આ પૂર્વે પણ ઓમપ્રકાશ રાજભરે કહ્યું કે ‘ ભાજપના મુગલસરાય અને ફૈઝાબાદના નામ બદલી નાખ્યા છે. તેમનું કહેવું છે કે આ જગ્યા પર નામ મુગલોના આવ્યા બાદ બદલવામાં આવ્યા હતા. આ રીતે ભાજપ પાસે ત્રણ મોટા મુસ્લિમ નેતા છે પહેલા તેમના પણ નામ બદલવામાં આવવા જોઈએ.

રાજભરે કહ્યું ભાજપ સરકાર શહેરોના નામ બદલીને પછાત અને શોષિત લોકોની માંગથી ધ્યાન ભટકાવવા માંગીએ છીએ. મુસ્લિમોએ આપણને એવી વસ્તુઓ આપી છે જે કોઈએ આપી નથી. શું આપણે જી.ટી. રોડ ફેંકી દેવો જોઈએ. આ તાજમહેલ કોણે બનાવ્ય, લાલ કિલ્લો કોણે બનાવ્યો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY