ઉત્તર પ્રદેશમાં RSS ના રીપોર્ટે ઉડાવ્યા ભાજપના હોંશ, ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ

0
1604
Uttar Pradesh RSS Report Distrube Bjp Damage Control Start

ઉત્તર પ્રદેશમાં RSS ના રીપોર્ટ બાદ આગામી લોકસભા ભાજપના ઘટતા જનાદેશના સંકેત ભાજપના હોંશ ઉડાવી દીધા છે. તેમજ આ સ્થિતિમાંથી બહાર નીકળવાની કવાયત હાથ ધરી છે. લોકસભા ચુંટણીને લઈને ઉત્તર પ્રદેશમાં ભાજપની ચિંતા વધી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે વર્તમાન ૫૦ સાંસદોની ટીકીટ કાપવાના સંકેત આપ્યા છે. જેમાં સંઘના વિસ્તારકોના રીપોર્ટને લઈને અમિત શાહે આ સંકેત આપ્યા છે.

ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હાલમાં જ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર,વારાણસી અને આગરાના વિસ્તારકો, આરએસએસ કાર્યકતા અને પાર્ટી નેતાઓએ વર્ષ ૨૦૧૯ લોકસભા ચુંટણી માટે ચર્ચા વિચારણા કરી હતી. મિર્જાપુર અને આગરામા થયેલી બેઠક દરમ્યાન અમિત શાહે કેટલાંક સાંસદો જોડે માત્ર બે ન મિનીટ મુલાકાત કરી અને બહાર રાહ જોવા જણાવ્યું હતું.

મિર્ઝાપુરમાં ગોરખપુર, કાશી અને અવધ ક્ષેત્રના સાંસદોએ અમિત શાહને મળવાની કોશિષ કરી હતી.પરંતુ તેમને સમય આપવામાં આવ્યો ન હતો. સુત્રોના જણાવ્યા અનુસાર આ સાંસદોને એક હોલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યા અમિત શાહે તમામને કહી દીધું હતું કે તે તેમના કાર્યથી ખુશ નથી. આગરામાં અમિત શાહે કાનપુર- બુંદેલખંડ , વ્રજ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સાંસદો સાથે બેઠક કરી હતી. ભાજપના એક મોટા નેતાએ જણાવ્યું કે આ બેઠકમાં શાહે દાવો કર્યો કે પાર્ટી આગામી લોકસભામાં ૭૪ બેઠકો જીતશે અને સંભવ છે કે ૫૦ થી નવા સાંસદોની ટીકીટ કપાશે અને નવા ચહેરાને મોકો આપવામાં આવશે.

વર્ષ ૨૦૧૪ લોકસભા ચુંટણીમાં ભાજપે ઉત્તરપ્રદેશમાં ૮૦ માંથી ૭૧ બેઠકો જીતી હતી. જયારે સહયોગી દળોએ ૨ બેઠક જીતી હતી. પરંતુ હાલમાં ત્રણ બેઠક પર થયેલી પેટાચુંટણીમાં ભાજપની કારમી હાર થઈ હતી. જેના લીધે ભાજપના સાંસદોની સંખ્યા ૭૧ થી ઘટીને ૬૮ની થઈ છે.

આરએસએસના વિસ્તારકોએ તૈયાર કરેલા રીપોર્ટમાં સાફ લખવામાં આવ્યું છે કે કેટલાક સાંસદોને મોદી સરકારની યોજના વિશે પણ જાણકારી નથી. સાંસદોએ ગ્રામ ચૌપાલમાં હિસ્સો નથી લીધો અને જેમણે હિસ્સો લીધો છે તેમણે રાત્રી ગામમાં નથી ગુજારી. તેમજ અનેક સાંસદોએ મતદાતા સૂચી પ્રમાણીકરણના પણ હિસ્સો નતી લીધો. આ અભિયાન ભાજપે ગત મહીને ચલાવ્યું હતું. જેના પગલે લોકોમાં સાંસદની છબીને લઈને પ્રશ્નો ઉભા થયા છે. તેથી ભાજપ હવે ડેમેજ કંટ્રોલમાં ૫૦ ટકા સાંસદોની ટીકીટ કાપીને નવા ચહેરાને મેદાનમાં ઉતારવાના મુડમાં છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY