માલ્યા-જેટલી મુલાકાત પર રાહુલએ કર્યો ફરી આક્રમક પ્રહાર, યુથ કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

0
927
Vijay Mallya Jeaitly Meeting Rahul Gandhi Once Again Attack On PM Modi

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી અને વિજય માલ્યાની મુલાકાતને લઈને કોંગ્રેસ આક્ર્મક વલણ અપનાવી રહી છે. જે સંદર્ભે આજે દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર યુથ કોંગ્રેસે દેખાવો કરીને નાણામંત્રી અરુણ જેટલીના રાજનામાની માંગ કરી હતી. જયારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાગેડુ વિજય માલ્યાને લઈને પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે સીબીઆઈએ મૌન સાથે ડીટેઈન નોટીસને માત્ર ઇન્ફોર્મ નોટીસમાં બદલી દીધી હતી. જેના લીધે માલ્યા દેશ છોડીને વિદેશ ભાગી ગયો. સીબીઆઈ સીધી રીતે પીએમ મોદીને રીપોર્ટ કરે છે. તેવા સમયે એ સમજમાં નથી આવતું કે આ વિવાદિત મેટરમાં પીએમ મોદીની મંજુરી વિના લુકઆઉટ નોટીસ વિના કેવી રીતે જાહેર કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિજય માલ્યાના નાણા મંત્રી અરુણ જેટલી પર કરેલા આરોપો બાદ નાણા મંત્રી અરુણ જેટલીએ રાજીનામાની માંગ કરીને તેની સ્વતંત્ર તપાસની માંગ કરી છે. વિજય માલ્યાએ બુધવારે જણાવ્યું હતું કે તેમણે દેશ છોડતા પૂર્વે વિજય માલ્યા સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ મામલાની સ્વતંત્ર તપાસ થવી જોઈએ . તેમણે ટ્વીટ કરીને કહ્યું કે લંડનમાં વિજય માલ્યાએ જે ગંભીર આરોપ લગાવ્યા છે તેની બાદ વડાપ્રધાને તેની સ્વતંત્રની તપાસના આદેશ આપવા જોઈએ અને તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી નાણા મંત્રી અરુણ જેટલીએ રાજીનામું આપી દેવું જોઈએ.

આ પૂર્વે કોંગ્રેસ પક્ષે માલ્યા- જેટલી મુલાકાત અંગે જણાવ્યું કે દેશ છોડીને ભાગી જનારા વિજય માલ્યાએ નાણા મંત્રી અરુણ જેટલીએ અનેક વાર મુલાકાત કરીને દેવું નિપટાવવાની ચર્ચા કરી હતી. તેમ છતાં ભાજપ સરકારે હજારો કરોડના દેવા સાથે તેને ભાગવા દીધો. તો હજુ પણ હવે કોઈ સાબિતી જોઈએ છે કે મોદી સરકાર ઉદ્યોગપતિઓના ગજવામાં છે.

આ ઉપરાંત કોંગ્રેસે એક ફોટો પણ શેર કર્યો હતો. જેમાં મશહુર શો કોન બનેગા કરોડપતિના હોસ્ટ અભિતાભ બચ્ચન સવાલ પૂછે છે કે વિજય માલ્યાને દેશમાંથી ભાગવામાં કોણે મદદ કરી. તેમજ તેના જવાબમાં વિકલ્પમાં લખવામાં આવ્યું છે કે અરુણ ,જેટલી, અરુણ જેટલી કે નાણા મંત્રી

ઉલ્લેખનીય છે વિજય માલ્યાએ બુધવારે પ્રત્યાર્પણ કેસની સુનવણી દરમ્યાન અદાલત બહાર પ્રેસ જોડે વાતચીતમાં કહ્યું હતું કે ભારત છોડતા પૂર્વે તેમણે નાણા મંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરી અને દેવું નીપટાવવા માટે રજુઆત કરી હતી.વિજય માલ્યાના આ ખુલાસા બાદ અરુણ જેટલીએ કહ્યું કે વર્ષ ૨૦૧૪ દરમ્યાન તેમણે ક્યારેય વિજય માલ્યા સાથે મુલાકાત કરી નથી. પરંતુ એક વાર સંસદમાં ચાલતા ચાલતા તે મળ્યા હતા અને તેમણે દેવું નિપટાવવા અંગે રજુઆત કરી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY