યશવંતસિંહાનો મોદી સરકાર પર મોટો હુમલો, કહ્યુ મંત્રાલયો સ્વતંત્ર નથી

0
1861
Yashwant Sinha Big Attack On Modi Government Said All Ministry Run By PMO

રાફેલ ડીલ પર કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કર્યા બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી Yashwant Sinha એ મોદી કેબીનેટ પણ અનેક સવાલો ઉભા કર્યા છે. યશવંતસિંહાએ શુક્રવારે મુંબઈમાં આયોજિત રાષ્ટ્રમંચ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે દેશના તમામ મંત્રાલયો વડાપ્રધાન કાર્યાલય દ્વારા ચલાવવામાં આવે છે. તેમજ મોદીના મંત્રીઓ સાથે કોઈ કામ નથી

સિંહાએ કહ્યું કે તમામ મંત્રાલય વડાપ્રધાન કાર્યાલયથી ચાલે છે અને મંત્રીઓ પાસે કોઈ કામ નથી. તેમજ જો કોઈ મંત્રી એમ કહેતા હોય કે તે કામમાં છે તો જુઠું બોલે છે. આ માત્ર મોદી સરકારનો મામલો નથી. પરંતુ સરકાર ચલાવવાનું પ્રસિદ્ધ ગુજરાત મોડેલ છે. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાજપ નેતા અરુણ શૌરી પણ હાજર રહ્યાં હતા.અરુણ શૌરીએ મોદી સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે મોદી સરકાર માત્ર બે લોકોની સરકાર છે. એક તો પોતે નરેન્દ્ર મોદી અને બીજા ભાજપ અધ્યક્ષ અમિત શાહ.તેમણે આરોપ લગાવ્યો કે સીબીઆઈ સીધી રીતે અમિત શાહને રીપોર્ટ કરે છે.

આ ઉપરાંત યશવંતસિંહાએ વિવાદિત રાફેલ ડીલ અંગે પણ મોદી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે બોફોર્સ ગોટાળો ૬૪ કરોનો હતો. જયારે રાફેલ ડીલ ગોટાળો ૩૫,૦૦૦ કરોડનો છે. આ ઉપરાંત યશવંતસિંહાએ કહ્યું કે કેબીનેટમાં બીજા નંબરમાં મંત્રી રાજનાથસિંહને જમ્મુ કાશ્મીરમાં જોડાણ તોડવાની જાણકારી ન હતી. તેમને આ નિર્ણયમાં અંધારામાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજનાથસિંહને નાગા પીસ એકોર્ડ ૨૦૧૫ અંગે પણ જાણકારી ન હતી.

યશવંતસિંહાએ કહ્યું કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ ફોરેન પોલીસીમાં લુપમાં રાખવામાં આવતા નથી .તે હવે માત્ર ટ્વીટર મંત્રી બની ચુક્યા છે. નાણામંત્રી અરુણ જેટલીને નોટબંધી અંગે કોઈ જ ખબર ન હતી. જયારે રાફેલ ડીલ થઈ ત્યારે રક્ષામંત્રીને પણ ખબર ન હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY