૭૫ દિવસની વેલીડીટી સાથે એરટેલનો આવ્યો આ નવો પ્લાન

0
260
Airtel Offers 1.4GB Data For 75 Days at Rs 419 to Counter Jio's Rs 399 Plan

ટેલીકોમ માર્કેટમાં યુઝર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે એરટેલે પોતાના પ્રીપેડ યુઝર્સ માટે એક નવો પ્લાન પ્રસ્તુત કર્યો છે. એરટેલ દ્વ્રારા પ્રસ્તુત કરવામાં આવેલ પ્લાનની કિંમત ૪૧૯ રૂપિયા છે. આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને ૧.૪ જીબી ડેટા પ્રતિદિવસ મળશે અને તેની વેલીડીટી ૭૫ દિવસની છે.

એરટેલ ૪૧૯
એરટેલનું નવું ૪૧૯ રિચાર્જ ઓફિશિયલ વેબસાઈટ અને એપ પર ઉપલબ્ધ છે. તેમાં લોકલ અને એસટીડી કોલ ૩૦૦ મિનીટ પ્રતિદિવસ અને ૧૦૦૦ મિનીટ પ્રતિ અઠવાડિયામાં મળશે. તેના સિવાય સબસ્ક્રાઈબર્સને ફ્રી કોલ, નેશનલ રોમિંગ અને ૧૦૦ એસએમએસ પ્રતિદિવસ સાથે એરટેલ ટીવી એપનો એક્સેસ મળશે.

આ પેક સિવાય કંપનીની પાસે ૩૯૯ રૂપિયા અને ૪૪૮ રૂપિયાની પેક પણ છે, જેની વેલીડીટી ક્રમશ: ૭૦ દિવસ અને ૮૨ દિવસ છે. તમને જણાવી દઈએ કે, ટેલીકોમ માર્કેટમાં હલચલ મચાવનાર જિયો એક તરફ પોતાની બીજી એનિવર્સરી પર ફ્રી ડેટા અને કેશબેકને પ્રસ્તુત કર્યો છે. એવામાં બાકી કંપનીઓ પણ પોતાના નવા-નવા પ્લાન્સને પ્રસ્તુત કરી રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY