૨૦૧૯ ના વર્લ્ડ કપ માટે અજિંક્ય રહાણેએ આપ્યું આ નિવેદન

0
75

1. અજિંક્ય રહાણે

ભારતીય ટીમના ઓપનર અને મધ્ય ક્રમના બેટ્સમેન અજિંક્ય રહાણેએ વનડેમાં પોતાના ફોર્મ પરત મેળવી ટીમમાં વાપસીનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અજિંક્ય રહાણેને હજુ પણ આશા છે કે, તે એક વખત ફરીથી ટીમમાં વાપસી કરશે અને તેમને ૨૦૧૯ વર્લ્ડ કપ માટે ટીમમાં જગ્યા પણ મળશે. તમને જણાવી દઈએ કે, અજિંક્ય રહાણેએ પોતાની અંતિમ વનડે મેચ આ વર્ષે ફ્રેબુઆરીમાં રમી હતી.

2. અજિંક્ય રહાણે

ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ તેના સિવાય એ પણ જણાવ્યું છે કે, ખેલાડીઓની ફિટનેસમાં સુધાર આવાથી મેચના પરિણામમાં જોવા મળે છે. તેના કારણે યો-યો ટેસ્ટથી વધુ તકલીફ હોવી જોઈએ નહી. ટીમથી બહાર ચાલી રહેલા અજિંક્ય રહાણેએ એક ઇવેન્ટના દરમીયાન જણાવ્યું હતું કે, “મને વિશ્વાસ છે કે, હું એક વખત ફરીથી ભારતીય ટીમમાં વાપસી કરીશું અને વર્લ્ડ કપ માટે ટીમનો ભાગ બનીશ. ઘરેલું ટુર્નામેન્ટ રમવાની ઘણી જરૂર હોય છે અને મે પણ તાજેતરમાં વિજય હઝારે ટ્રોફીમાં ભાગ લીધો અને રન પણ બનાવ્યા હતા.

3. અજિંક્ય રહાણે

થોડા સમયથી અજિંક્ય રહાણેની ફોર્મમાં ઘણી ગિરાવટ આવી છે અને રન બનાવવામાં પણ તે નિષ્ફલ રહ્યા છે. ઇંગ્લેન્ડ સામે રમાયેલ ટેસ્ટ સીરીઝમાં પણ અજિંક્ય રહાણે પણ ફોર્મમાં જોવા મળ્યા હતા, પરંતુ તેમને વેસ્ટ ઇન્ડીઝ સામે સીરીઝ દરમિયાન ફોર્મમાં વાપસીના સંકેત આપી દીધા હતા.

અજિંક્ય રહાણે જેવી રીતના બેટ્સમેન છે તે ઇનિંગની શરૂઆત કરતા ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે, પરંતુ વચ્ચેની ઓવરોમાં તેમને રન બનાવતા સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. કદાચ જ આ કારને અજિંક્ય રહાણે વનડે ટીમથી બહાર ચાલી રહ્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY