ડેવિડ વોર્નરની જગ્યાએ Sunrisers Hyderabad એ આ વિસ્ફોટક બેટ્સમેનન કર્યા સામેલ

0
730

1. ડેવિડ વોર્નરની જગ્યાએ Sunrisers Hyderabad એ આ વિસ્ફોટક ...

આઈપીએલ ચાહકો માટે મોટા સમાચાર આવ્યા છે. Sunrisers Hyderabad ની ટીમમાં બોલ ટેમ્પરિંગ વિવાદના કારણે ટુર્નામેન્ટથી બહાર થયેલા ડેવિડ વોર્નરની જગ્યાએ ઇંગ્લેન્ડના ખતરનાક ખેલાડી એલેક્સ હેલ્સની એન્ટ્રી થઈ ગઈ છે. તેમને તેમની બેઝ પ્રાઈસ ૧ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે.

ડેવિડ વોર્નર હૈદરાબાદના કેપ્ટન હતા, પરંતુ ટીમે તેમને બહાર કરી દીધા અને કેન વિલિયમ્સનને ટીમના કેપ્ટન જાહેર કરી દીધા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદને પોતાની પ્રથમ મેચ ૯ એપ્રિલના રાજસ્થાન રોયલ્સ સામે રમવાની છે. ડેવિડ વોર્નરના બહાર થયા બાદ એવું લાગવા લાગ્યું હતું કે, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ કમજોર પડી ગઈ, પરંતુ એલેક્સ હેલ્સના આવ્યા બાદ તેમની ઉણપ પૂરી થઈ ગઈ છે.

2. ડેવિડ વોર્નરની જગ્યાએ સનરાઇઝર્સ હૈદરાબાદે આ વિસ્ફોટક બે...

[scg_html_300250]

ટી-૨૦ લગાવી ચુક્યા છે ઝડપી સદી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) તથા આઈપીએલ પ્રશાસને સનરાઇઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીને ડેવિડ વોર્નરની જગ્યા વૈકલ્પિક ખેલાડી પસંદ કરવાની અનુમતી આપી દીધી હતી. ઈંગ્લીશ ખેલાડી એલેક્સ હેલ્સ શાનદાર ફોર્મમાં છે અને ઇંગ્લેન્ડ માટે અત્યાર સુધી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે.

3. ડેવિડ વોર્નરની જગ્યાએ સનરાઇઝર્સ હૈદરાબાદે આ વિસ્ફોટક બે...

એલેક્સ હેલ્સે ૨૦૧૪ ટી-૨૦ વર્લ્ડ કપમાં ઝડપી સદી ફટકારી હતી. તેમને શ્રીલંકા સામે ૨૭ માર્ચે ટુર્નામેન્ટની ૨૨ મી મેચમાં ૬૪ બોલમાં ૧૧૬ રન જોડ્યા હતા, જેમાં ૧૧ ચોગ્ગા અને ૬ સિક્સર સામેલ હતી. તમને જણાવી દઈએ કે, તે આઈસીસીની ટી-૨૦ રેન્કિંગમાં પણ ટોપ ૧૦ ખેલાડીઓમાં ઇંગ્લેન્ડના એક માત્ર ખેલાડી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY