જર્મનના આ ખેલાડીએ જોકોવિચને હરાવી જીત્યું એટીપીનું ટાઈટલ

0
118

1. એલેક્ઝાન્ડર જ્વેરેવ – નોવાક જોકોવિચ

જર્મનીના યુવા સ્ટાર એલેક્ઝાન્ડર જ્વેરેવે શાનદાર પ્રદર્શન કરી ઉલટફેર કરતા દુનિયાના નંબર વન ખેલાડી નોવાક જોકોવિચને સીધા સેટમાં હરાવી એટીપી ફાઈનલ્સનું ટાઈટલ પ્રાપ્ત કરી લીધું છે.

૨૧ વર્ષીય એલેક્ઝાન્ડર જ્વેરેવે ૧૪ વખતના ગ્રાંડસ્લેમ ચેમ્પિયન જોકોવિચને સરળતાથી ૬-૪, ૬-૨ થી હરાવી ટાઈટલ પોતાના નામે કરી લીધું હતું. એલેક્ઝાન્ડર જ્વેરેવે પ્રતમ સેટમાં આક્રમક રમત દેખાડી હતી. તેમને ઝડપી સર્વિસ સિવાય નેટ પર આવી ઘણી વખત આક્રમણ કર્યું હતું. ૪-૪ ના સ્કોર બાદ એલેક્ઝાન્ડર જ્વેરેવનો દબાવ કામ આવ્યો અને તેમને જોકોવિચની સર્વિસ તોડી હતી. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત જોકોવિચની સર્વિસ ભંગ થઈ અને એલેક્ઝાન્ડર જ્વેરેવે ૫-૪ ની લીડ બનાવી લીધી હતી. તેમને ૧૦ મી રમતમાં ત્રણ એસ સર્વિસ કરતા આ રમતની સાથે જ પ્રથમ સેટ ૬-૪ થી જીત્યો હતો.

2. એલેક્ઝાન્ડર જ્વેરેવ – નોવાક જોકોવિચ

એલેક્ઝાન્ડર જ્વેરેવે બીજા સેટમાં શરૂથી દબાવ બનાવ્યો અને બંને વખત જોકોવિચની સર્વિસ ભંગ કરી, આમ તો એક વખત તેમની સર્વિસ પણ ભંગ થઈ હતી. જોકોવિચે વાપસીની પ્રયત્ન કર્યો કર્યો પરંતુ જર્મન ખેલાડીએ તેમને કોઈ તક આપી નહોતી અને આ સેટ ૬-૨ થી જીતતા પોતાની સૌથી સફળતા પ્રાપ્ત કરી લીધી હતી.

3. એલેક્ઝાન્ડર જ્વેરેવ – નોવાક જોકોવિચ

એલેક્ઝાન્ડર જ્વેરેવે જણાવ્યું હતું કે, આ મારી સૌથી મોટી જીત છે. હું આ ટાઈટલ જીતી ઘણો ખુશ છુ. હું નોવાકને શુભકામના આપવા ઇચ્છુ છુ કે, તેમને આ વર્ષના હાફમાં શાનદાર રમત દેખાડી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY