અંબાતી રાયડુના બોલિંગ એક્શન પર સવાલ, આઈસીસીએ કરી તપાસ

0
146
Ambati Rayudu reported for suspect bowling action following Sydney ODI

સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સીરીઝની પ્રથમ વનડે મેચ રમાઈ હતી. જ્યાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને ૩૪ રનથી હરાવી સીરીઝમાં ૧-૦ ની લીડ પ્રાપ્ત કરી લીધી છે. જ્યારે આ હારના કારણે ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. એવામાં હવે આઈસીસી તરફથી સિડની વનડેમાં બોલિંગ કરનાર અંબાતી રાયડુને બોલિંગ એક્શનને શંકાસ્પદ માનવામાં આવી રહી છે.

સિડની વનડેમાં અંબાતી રાયડુએ મેચ દરમિયાન બે ઓવરની બોલિંગ કરી હતી. આ બે ઓવરોમાં તેમને ૧૩ રન આપ્યા હતા. તેમને મોહમ્મદ શામીને ખભા અને પીઠમાં ખેંચાણના કારણે બહાર જ્યાં બાદ વિરાટ કોહલીએ બોલિંગ છોપી હતી. હવે આ વનડે મેચ બાદ અંબાતી રાયડુની બોલિંગ એક્શનને શંકાસ્પદ માનવામાં આવી છે.

અંબાતી રાયડુએ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન ૨૨ મી અને ૨૪ મી ઓવર ફેંકી હતી. આ દરમિયાન ક્રીઝ પર ઉસ્માન ખ્વાજા અને શોન માર્શ બેટિંગ કરી રહ્યા હતા. ૩૩ વર્ષીય ઓફ સ્પિનરની બોલિંગ એક્શનના કારણે મેચ અધિકારીઓને થોડી શંકાસ્પદ લાગી અને હવે તેમને પોતાની રિપોર્ટ ભારત ટીમ મેનેજમેન્ટને છોપવામાં આવી છે. અંબાતી રાયડુની શંકાસ્પદ બોલિંગ ઍક્શનથી લઇને હવે આઇસીસી પ્રક્રિયા હેઠળ આગળ તપાસ કરવામાં આવશે. અંબાતી રાયડુને ૧૪ દિવસોની અંદર બોલિંગ એક્શનની ટેસ્ટમાંથી પસાર થવું આવશ્યક છે અને આ સમયગાળા દરમિયાન અંબાતી રાયડુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ ચાલુ રાખવાની મંજુરી છે, જ્યાં સુધી ટેસ્ટનું પરિણામ ના આવે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY