CPL માં Andre Russell નો ધમાકો, હેટ્રિક બાદ ૪૦ બોલમાં ફટકારી સદી

0
169

1. Andre Russell

વેસ્ટ ઇન્ડીઝમાં ચાલી રહેલી કેરેબિયન પ્રીમિયર લીગમાં જમૈકાના ખેલાડી તરફથી દુનિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડરોમાંથી એક Andre Russell એ પોતાની બેટિંગ અને બોલિંગથી બધાને હેરાન કરી દીધા છે. આન્દ્રે રસેલે ટ્રીન ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ સામે માત્ર ૪૦ બોલમાં સદી ફટકારી હતી. આ વિસ્ફોટક સદી દરમિયાન આન્દ્રે રસેલે ૧૩ સિક્સર ફટકારી હતી. આન્દ્રે રસેલે ૪૯ બોલમાં અણનમ ૧૨૧ રનની ઇનિંગ રમી હતી. જેના કારણે જમૈકાએ ૪ વિકેટથી જીત પ્રાપ્ત કરી હતી. માત્ર બેટિંગ જ નહી આન્દ્રે રસેલે બોલિંગમાં કમાલ કર્યો અને કેરેબિયન પ્રીમિયર લીગ ૨૦૧૮ ની પ્રથમ હેટ્રિક પણ લીધી હતી.

2. આન્દ્રે રસેલ

આન્દ્રે રસેલની રેકોર્ડ ઇનિંગ
ટ્રિનબાગો તરફથી ૨૨૪ રનના ટાર્ગેટની આગળ જમૈકાની ટીમ એક સમયે ૪૧ રનમાં ૫ વિકેટ ગુમાવી ચુકી હતી પરંતુ ત્યાર બાદ આન્દ્રે રસેલ મેદાન પર આવ્યા અને તેમને મેચની બાજી પલટી દીધી હતી. આન્દ્રે રસેલે મેદાન પર આવતા જ ચોગ્ગા-સિક્સરોનો વરસાદ શરૂ કરી દીધો હતો. આન્દ્રે રસેલે માત્ર ૨૨ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી.

3. આન્દ્રે રસેલ

ત્યાર બાદ પણ રસેલનું તોફાન રોકાયું નહી અને તેમને આગામી ૫૦ રન માત્ર ૧૮ બોલમાં ફટકારી દીધા હતા. આન્દ્રે રસેલે ૪૦ બોલમાં સદી પૂરી કરી અને તે સીપીએલ ઈતિહાસની સૌથી ઝડપી સદી છે. જયારે આન્દ્રે રસેલે બીજી વખત સીપીએલમાં સદી ફટકારી છે. તેમની પ્રથમ સદી પણ ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ સામે જ હતી.

4. આન્દ્રે રસેલ

આન્દ્રે રસેલની હેટ્રિક
આ અગાઉ પોતાની બોલિંગથી પણ આન્દ્રે રસેલે કમાલ કરી દેખાડ્યો છે. ટ્રિનબાગોની ઇનિંગની અંતિમ ઓવરમાં તેમને હેટ્રિક લીધી હતી. આન્દ્રે રસેલે ૨૦ મી ઓવરની બીજી બોલ પર બ્રેન્ડન મેક્કુલમ, ત્રીજી બોલ પર ડેરેન બ્રાવો અને ચોથી બોલ પર દિનેશ રામદીનને આઉટ કરી પોતાની હેટ્રિક પૂરી કરી હતી. આન્દ્રે રસેલ ટી-૨૦ ઇતિહાસના બીજા ખેલાડી છે જેને એક જ મેચમાં હેટ્રિક લેવાની સાથે-સાથે સદી પણ ફટકારી છે. આ અગાઉ ઇંગ્લેન્ડના જો ડેનલીએ આ કારનામું કર્યું હતું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY