કુચ બિહાર ટ્રોફીમાં અર્જુન તેંડુલકરનો ધમાકો, દિલ્હી સામે લીધી પાંચ વિકેટ

0
284

1. અર્જુન તેંડુલકર

મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે અન્ડર-૧૯ કુચ બિહાર ટ્રોફીમાં દિલ્હી સામે પાંચ વિકેટ પોતાના નામે કરી હતી. મુંબઈ તરફથી રમતા અર્જુન તેંડુલકરે ૯૮ રન આપી પાંચ વિકેટ લીધી હતી.

અર્જુન તેંડુલકરની આ શાનદાર બોલિંગના આગળ દિલ્હીની ટીમે ફિરોઝ શાહ કોટલા મેદાન પર મેચના ત્રીજા દિવસની સમાપ્તી પર પ્રથમ ઇનિંગમાં નવ વિકેટે ૩૯૪ રન જ બનાવી શકી હતી.

2. અર્જુન તેંડુલકર

અર્જુન તેંડુલકર સતત બે બોલ પર ગુલઝાર સંધુ અને ઋતીક શૌકીનને આઉટ કરી હેટ્રિક પર હતા પરંતુ તે આ સિદ્ધી પ્રાપ્ત કરી શક્યા નહોતા.

આ અગાઉ મુંબઈ માટે ઓપનર બેટ્સમેન દિવ્યાંશ (૨૧૧) ની બેવડી સદીના આધારે પ્રથમ બેટિંગ કરતા ૪૫૩ રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમ હજુ પણ મુંબઈથી ૫૯ રન પાછળ રહી છે.

3. અર્જુન તેંડુલકર

અર્જુન તેંડુલકરે વિરોધી કેપ્ટન આયુષ બડોની, વૈભવ કાંડપાલ, વિકેટકીપર ગુલઝાર સિંહ સંઘુ, ઋતીક શૌકીન અને પ્રશાંત કુમાર ભાટીને આઉટ કર્યા હતા. ડાબા હાથના ઝડપી બોલર અર્જુન તેંડુલકર મુંબઈની અન્ડર-૧૯ ટીમના નિયમિત સભ્ય છે.

આ અગાઉ અર્જુન તેંડુલકરે વિનુ માંકડ ટ્રોફીમાં મુંબઈ તરફથી રમતા ગુજરાત સામે ૩૦ રનમાં ૫ વિકેટ પોતાના નામે કરી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY