એશિયા કપ : આજે ભારત – પાકિસ્તાન વચ્ચે જામશે ખરાખરીનો જંગ

0
250
Asia Cup 2018 India ready for battle royale against Pakistan

એશિયા કપની ગ્રુપ-એમાં આજે ભારત અને પાકિસ્તાનીનો મહામુકાબલો થયો હતો. ભારતે હોંગકોંગને ૨૬ રનથી હરાવી સુપર ફોરમાં તો જગ્યા બનાવી લીધી, પરંતુ જેવી રીતે હોંગકોંગ સામે રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાને સંઘર્ષ કરવો પડ્યો હતો, તેમને ભારતીય ફેન્સની ચિંતા જરૂર વધારી દીધી છે.

એશિયા કપનું જ્યારથી શેડ્યુલ જાહેર થયું હતું ત્યારથી ભારત અને પાકિસ્તનાની વચ્ચેની મેચની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ભારતે પાકિસ્તાન સામે અંતિમ મેચ એક વર્ષ પહેલા ૨૦૧૭ માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી હતી. પાકિસ્તાને ટાઈટલ મેચમાં ભારતને ૧૨૪ રનથી હરાવ્યું હતું.

એશિયા કપના શેડ્યુલમાં ભારતના નામે બંને લીગ મેચમાં સતત બે દિવસ પર હતો. ભારતે કાલે જ હોંગકોંગ સામે મેચ રમી અને આજે તે પાકિસ્તાન સામે રમવા ઉતરાવવાનું છે. પ્લેઇંગ ઈલેવનમાં જસપ્રીત બુમરાહની વાપસી નક્કી છે, જેને ઇંગ્લેન્ડ સામે હેક્ટિક ટેસ્ટ સીરીઝ બાદ હોંગકોંગ સામે એચમાં આરામ આપવામાં આવ્યો હતો.ભુવનેશ્વર કુમારે જેવી રીતે હોંગકોંગ સામે બોલિંગ કરી છે, તેમને ભારતીય ટીમ મેનજમેન્ટની ચિંતામાં જરૂર પાડી દીધા હતા.

બંને ટીમ આ પ્રકાર છે

ભારતીય ટીમ આ પ્રકાર છે : રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડુ, લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, યુજ્વેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.

પાકિસ્તાન ટીમ આ પ્રકાર છે : ફખર જમાન, ઈમામ ઉલ હક, બાબર આઝમ, શોએબ મલિક, સરફરાઝ અહેમદ, આસિફ અલી, શાદાબ ખાન, ફહીમ અશરફ, ઉસ્માન ખાન, મોહમ્મદ આમિર, હસન અલી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY