એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ઓમાનને ૧૧-૦ થી હરાવ્યું

0
159

1. ભારત – ઓમાન

યુવા સ્ટ્રાઈકર દિલપ્રીત સિંહની હેટ્રિકની મદદથી ચેમ્પિયન ભારતે યજમાન ઓમાનને ૧૧-૦ થી હરાવી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી.

ઓમાને પ્રથમ ક્વાર્ટરમાં ભારતને ગોલ કરવા દીધો નહોતો. ભારતીય ટીમે ૧૭ મી મિનીટમાં લલિત ઉપાધ્યાયના ગોલથી શરૂઆત કરી હતી. આ મેચમાં બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે કુલ ચાર ગોલ કર્યા હતા. લલિત ઉપાધ્યાય સિવાય હરમનપ્રીત સિંહે ૨૨ મી મિનીટ, નીલકાંત શર્માએ ૨૩ મી મિનીટ અને મનદીપ સિંહે ૨૯ મી મિનીટમાં ગોલ કર્યો હતો.

2. ભારત – ઓમાન

ત્યાર બાદ દિલપ્રીતે ત્રણ ગોલ (૪૧ મી, ૫૫ મી અને ૫૭ મી મિનીટ) કર્યા અને તેમને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના સિવાય ગુરજંત સિંહ (૩૭ મી મિનીટ), આકાશ દીપ સિંહ (૨૭ મી મિનીટ), વરુણ કુમાર (૪૯ મી મિનીટ) અને હરમનપ્રીત સિંહ (૫૩ મી મિનીટ) એ પણ ભારત તરફથી ગોલ કર્યા હતા.

સીનીયર રાષ્ટ્રીય ટીમ તરફથી પ્રથમ વખત મેન ઓફ ધ મેચ બનનાર દિલપ્રીતે તેનો શ્રેય પોતાના સાથીયોને આપ્યો જેમને તક બનાવી હતી. દિલપ્રીતે જણાવ્યું હતું કે, “આ એક પ્રયાસથી સંભવ નહોતું. મારા સાથીયોએ તક બનાવી જેમાં ગોલ કરી શક્યા હતા.

3. ભારત – ઓમાન

ભારતીય કોચ હરેન્દ્ર સિંહે જણાવ્યું છે કે, ટીમનું ટાર્ગેટ મોટી જીત પ્રાપ્ત કરવાનો હતો. તેમને જણાવ્યું હતું કે, “અમે આવી રીતની શરૂઆત કરી ખુશ છીએ પરંતુ આગળ પડકાર જરૂર હશે. અમે પ્રથમ ક્વાર્ટરમાં જેવી રીતની રમત દેખાડી તેનાથી હું ખુશ નથી.” ભારત આગામી મેચ રવિવારે પાકિસ્તાન સામે રમશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY