એશિયન ગેમ્સ : ૨૦૦ મીટર રેસમાં દુત્તી ચંદે જીત્યું સિલ્વર મેડલ

0
960

1. દુત્તી ચંદ

ભારતની દૂતી ચંદે ૧૦૦ મીટરના સિલ્વર મેડલ જીત્યા બાદ ૨૦૦ મીટરમાં પણ કમાલનું પ્રદર્શન કરતા ૧૮ મી એશિયન ગેમ્સમાં એક વખત ફરીથી સિલ્વર મેડલ જીત્યું હતું.

દુતી ચંદ ૧૦૦ મિત્રમાં બહરીની એડીડીયોંગ ઓડિયોંગથી ફોટો ફિનીશમાં પછાડ રહી સિલ્વર મેડલ જીતી હતી અને ૨૦૦ મીટરમાં તેમને ઓડિયોંગે જ પાછળ છોડી દીધી હતી. ઓડિયોંગે ૨૨.૯૬ સેકેન્ડનો સમય લીધો જયારે દુતીએ ૨૩.૨૦ સેકેન્ડનો સમય લીધો હતો. ચીનની યોંગલી વેઈએ ૨૩.૨૭ સેકેન્ડમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું.

2. દુત્તી ચંદ

દૂતી ચંદે સેમીફાઈનલમાં ઓડિયોંગને બીજા સ્થાન પર છોડ્યા હતા, પરંતુ ફાઈનલમાં ઓડિયોંગ આગળ નીકળી ગઈ હતી. દૂતીનો સેમીફાઈનલનો સમય ૨૩.૦૦ સેકેન્ડ રહ્યો હતો જયારે ઓડિયોંગે ૨૩.૧ સેકેન્ડનો સમય નીકાળ્યો હતો. ફાઈનલમાં ભારતીય એથલીટ પોતાના સેમીફાઈનલની સમયથી પાછળ રહી ગઈ હતી, પરંતુ ઓડિયોંગે પોતાના પ્રદર્શનમાં ઘણો સુધારો કર્યો હતો.

3. દુત્તી ચંદ

ઓડીશાની આ એથલીટે ૧૫૦ મીટર સુધી પોતાનો પડકાર બનાવી રાખ્યો પરંતુ અંતિમ-૨૫ મીટરમાં ઓડિયોંગ તેમનાથી આગળ નીકળી આવી હતી. દૂતીએ મેડલ પોતાના હાથથી જવા દીધું નહી અને અંતિમ રાઉન્ડમાં ભારતને એથલેટિક્સમાં એક વધુ સિલ્વર મેડલ જીતાડી દીધું હતું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY