ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસનો કાર્યક્રમ જાહેર

0
55
Australia Will Play 2 T20Is, 5 ODIs in India

ઓસ્ટ્રેલિયાની ટીમ ફ્રેબુઆરી-માર્ચ ૨૦૧૯ માં ભારતના પ્રવાસ પર આવવાની છે અને તેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. બંને ટીમોની વચ્ચે પાંચ મેચની વનડે અને બે મેચની ટી-૨૦ સીરીઝ રમાશે. ઓસ્ટ્રેલિયાના ભારતીય પ્રવાસની શરૂઆત ૨૪ ફ્રેબુઆરીને બેંગ્લોરમાં થનારી ટી-૨૦ આંતરરાષ્ટ્રીયથી થશે અને પ્રવાસનો અંત ૧૩ માર્ચના દિલ્હીમાં રમાવનારી વનડેથી થશે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટી-૨૦ સીરીઝની બીજી મેચ ૨૭ ફ્રેબુઆરી વિશાખાપટ્ટનમમાં રમાશે અને ત્યાર બાદ બંને ટીમ વનડે સીરીઝમાં ભાગ લેશે. વનડે સીરીઝની શરૂઆત ૨ માર્ચના હૈદરાબાદમાં રમાશે. બીજી વનડે ૫ માર્ચના નાગપુર, ત્રીજી વનડે ૮ માર્ચના રાંચી, ચોથી વનડે ૧૦ માર્ચના મોહાલી અને અંતિમ વનડે ૧૩ માર્ચના દિલ્હીમાં રમાશે.

વર્લ્ડ કપ પહેલા આ ભારતની અંતિમ આંતરરાષ્ટ્રીય સીરીઝ હોય શકે છે, કેમકે માર્ચમાં ઝિમ્બાબ્વેના ભારત પ્રવાસની સંભાવના નહીં બરાબર છે અને ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ બાદ ૨૩ માર્ચથી આઈપીએલનું આયોજન થશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે સીરીઝ બાદ પાકિસ્તાન સામે સીરીઝ રમી શકે છે, પરંતુ હજુ તેમનો કાર્યક્રમ સામે નથી આવ્યો.

ભારતીય ટીમ તેમ છતાં ૧૨ જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા સાઈમ ત્રણ વનડે સીરીઝ રમ્યા બાદ પાંચ વનડે અને ત્રણ ટી-૨૦ મેચની સીરીઝ રમવા ન્યૂઝીલેન્ડના પર જશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે વનડે સીરીઝ રમ્યા બાદ શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ સીરીઝ રમશે.

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ માટેનો સંપૂર્ણ કાર્યક્રમ :

પ્રથમ ટી-૨૦ : ૨૪ ફ્રેબુઆરી, બેંગ્લોર

બીજી ટી-૨૦ : ૨૭ ફ્રેબુઆરી, વિશાખાપટ્ટનમ

પ્રથમ વનડે : ૨ માર્ચ, હૈદરાબાદ

બીજી વનડે : ૫ માર્ચ, નાગપુર

ત્રીજી વનડે : ૮ માર્ચ, રાંચી

ચોથી વનડે : ૧૦ માર્ચ, મોહાલી

પાંચમી વનડે : ૧૩ માર્ચ, દિલ્લી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY