ક્રિકેટ Australia માટે ખુશખબરી, ઓસ્ટ્રેલીયન વુમન ટીમે બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

0
230

1. ક્રિકેટ Australia માટે ખુશખબરી, ઓસ્ટ્રેલીયન વુમન ટીમે બ...

મેગ લેનિંગની વિસ્ફોટક બેટિંગના આધારે ઓસ્ટ્રેલીયન મહિલા ટીમે ટી-૨૦ ટ્રાઈ સીરીઝની ફાઈનલમાં ઇંગ્લેન્ડને ૫૭ રનથી હરાવી ટાઈટલ પોતાના નામે કરી લીધું હતું. Australia એ પ્રથમ બેટિંગ કરતા ૪ વિકેટે ૨૦૯ રનો વર્લ્ડ રેકોર્ડ સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં ઇંગ્લેન્ડ ૯ વિકેટે ૧૫૨ રન બનાવી શક્યું હતું.

2. ક્રિકેટ Australia માટે ખુશખબરી, ઓસ્ટ્રેલીયન વુમન ટીમે બ...

૨૧૦ રનના ટાર્ગેટને પ્રાપ્ત કરવા ઉતરેલ ઇંગ્લેન્ડ ટીમના બેટ્સમેન સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. નતાલી શિવરે અડધી સદી ફટકારી હતી, પરંતુ તેમને બીજી તરફથી કોઈનો સહયોગ મળ્યો નહી. ડેનિયલ વેટે ૩૪ અને એમી જોન્સે ૩૦ રન બનાવ્યા હતા. મેગન શુટે ૧૪ રનમાં ૩ વિકેટ લીધી જ્યારે ડેલીસા કીમીન્સ અને એશ્લે ગાર્ડનરે ૨-૨ વિકેટ લીધી હતી.

3. ક્રિકેટ Australia માટે ખુશખબરી, ઓસ્ટ્રેલીયન વુમન ટીમે બ...

[scg_html_300250]

તેના પૂર્વ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી જ્યારે બેન મૂની શૂન્ય પર આઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ એલીસા હિલી અને એશ્લે ગાર્ડનરે બીજી વિકેટ માટે ૬૧ રન જોડ્યા હતા. ગાર્ડનર અને હિલી માત્ર ૫ રનના અંતરાલમાં આઉટ થઈ ગઈ હતી.

4. ક્રિકેટ Australia માટે ખુશખબરી, ઓસ્ટ્રેલીયન વુમન ટીમે બ...

ત્યાર બાદ લેનિંગે શાનદાર બેટિંગ કરી હતી. તેમને એલિસ વિલાનીની સાથે ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. વિલાની ૩૦ બોલમાં ૮ ચોગ્ગાની મદદથી ફિફ્ટી ફટકારી રનઆઉટ થઈ ગયા હતા. લેનિંગ ૪૫ બોલમાં ૧૬ ચોગ્ગા અને ૧ સિક્સરની મદદથી ૮૮ રન બનાવી અણનમ રહી હતી. તેમની આ ઇનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ ૨૦૯ રનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ અગાઉ આંતરરાષ્ટ્રીય મહિલા ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના નામે હતો, જે તેને ૨૦૧૦ માં ૧ વિકેટે ૨૦૫ રન બનાવ્યા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY