પાકિસ્તાન સામેની ટેસ્ટ સીરીઝમાંથી Pat Cummins અને હેઝલવુડ બહાર

0
253

1. Pat Cummins – Josh Hazlewood

ઝડપી બોલર પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ યુએઈમાં પાકિસ્તાન સામે ઓક્ટોબરમાં શરૂ થનારી ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમથી બહાર થઈ ગયા છે. પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ બંને ઈજાગ્રસ્ત છે અને સપૂર્ણ તરીકે ફીટ નથી જેના કારણે આગામી સીરીઝમાં ભાગ લઇ શકશે નહી.

2. પેટ કમિન્સ – જોશ હેઝલવુડ

ઓસ્ટ્રેલીયન ટીમ ઓક્ટોબરમાં ટેસ્ટ સીરીઝ માટે રવાના થશે, પરંતુ ટીમમાં તેમના બે સૌથી અનુભવી ખેલાડી પ્રતિબંધિત કેપ્ટન સ્ટીવન સ્મિથ અને વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નર પણ ટીમના ભાગ નહી હોય. બંને માર્ચમાં સાઉથ આફ્રિકા પ્રવાસમાં બોલ ટેમ્પરિંગના કારણે પ્રતિબંધિત છે. પેટ કમિન્સ અને જોસ હેઝલવુડ હાડકાની ઈજાથી મુશ્કેલીમાં છે અને યુએઈ પ્રવાસ સુધી ફીટ થઈ શકશે નહી.

3. પેટ કમિન્સ – જોશ હેઝલવુડ

ટીમ પેનની આગેવાની ટીમને એવામાં ઘણા અનુભવી ખેલાડીઓ વગર પાકિસ્તાન સામે સીરીઝમાં ઉતરવું પડશે. ઓસ્ટ્રેલીયન ટીમના ફિઝીયો ડેવિડ બિકલે જણાવ્યું છે કે, પેટ અને જોશ બંનેને હાડકામાં ઈજા છે અને તે બોલિંગ કરી શકશે નહી. તેમની ફિટનેસ બરાબર નથી. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક તેમ છતાં ફીટ થઈ યુએઈ પ્રવાસ પર ટીમના ભાગ હશે.

ઓસ્ટ્રેલિયન ટીમ ચાર નવેમ્બરથી સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે સીરીઝ રમશે જેની પ્રથમ મેચ ચાર નવેમ્બરના પર્થમાં હશે, જયારે ભારતની સાથે તેને ત્રણ ટી-૨૦, ચાર ટેસ્ટ અને ત્રણ વનડે મેચની સીરીઝ રમવાની છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY