FIFA ફૂટબોલ વર્લ્ડકપ ઓપનરમાં પ્રથમ વખત ‘બોલ ગર્લ’

0
109
Ball girls selected for World Cup opener

રશિયામાં ગુરૂવારથી શરૂ થનાર ફૂટબોલ વર્લ્ડકપની ઓપનિંગ મુકાબલામાં આ વખતે પ્રથા બદલતા યુવકોની જગ્યાએ ૧૪ રશિયા યુવતીઓ ‘બોલ ગર્લ’ ની ભૂમિકામાં ઉતરશે જે ફીફા ટુર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ તક હશે. ૧૩ થી ૧૬ વર્ષની યુવતીને મોસ્કોથી ૮૦૦ કિલોમીટર દૂર નાનું સ્થાન એગ્રિઝથી પસંદ કરવામાં આવી છે. માત્ર ૧૯ હજાર લોકોની વસ્તી વાળા આ શહેરથી ૧૪ છોકરીઓને બોલ ગર્લની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે.

તેની પસંદગી યજમાન દેશની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમે કરી છે અને આ પ્રથમ તક છે, જ્યારે આ ભૂમિકાને ઓપનિંગ મેચમાં માત્ર યુવતીઓનું સમૂહ નિભાવશે. પસંદ કરવામાં આવેલ યુવતીઓ રાષ્ટ્રીય જૂનીયર ફૂટબોલ ટીમની ભવિષ્યની ઉમેદવારો પણ છે. તેમના કોચ ઇદાર ઇઇયિતોવે જણાવ્યું છે કે, આ બધા યુવતીઓ માટે કોઈ સપના જેવું છે. બધી ૧૪ યુવતીઓ રશિયાના તારતાસ્તાન નામના ક્ષેત્રની ફૂટબોલ ટીમમાં રમે છે અને મોસ્કોમાં ફીફા વર્લ્ડકપમાં રશિયા અને સાઉદી અરબની ટીમો વચ્ચે ઉદ્ધાટન મેચ પૂર્વે ફૂટબોલ રમશે.

સ્થાનીય વર્લ્ડકપ આયોજન સમિતિએ જણાવ્યું છે કે, વર્લ્ડકપની ૬૪ મેચમાં આ વખતે ૭૭૬ બાળકો બોલ બોય અને બોલ ગર્લની ભૂમિકા નિભાવશે પરંતુ આ પ્રથમ તક છે. જ્યારે ફીફા વર્લ્ડકપની ઓપનિંગમાં મેચમાં બધી યુવતીઓનું સમૂહ બોલ ગર્લની ભૂમિકામાં ઉતરશે. ઓપનિંગ મેચમાં બોલ ગર્લની ભૂમિકા નિભાવવા જઈ રહેલી ડારિયા વાસિલેવાએ જણાવ્યું છે કે, યુવતીઓ કમજોર નથી હોતી અને અમે હંમેશા યુવકોથી સમાન સ્તર પર સ્પર્ધા માટે તૈયાર રહીએ છે. વર્લ્ડકપમાં બધા એક થઈને ઉતરીશું અને ફૂટબોલ ટીમોને બોલ પાસ કરીશું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY