બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન ઈમરુલ કાયેસ ખભાની ઈજાના કારણે વેસ્ટ ઇન્ડીઝ સામે રમેલી બીજી ટેસ્ટ મેચથી બહાર થઈ ગયા છે. બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે બીજી ટેસ્ટ મેચ ઢાકામાં ૩૦ નવેમ્બરથી રમાશે.
ઈજાગ્રસ્ત ઈમરુલ કાયેસના સ્થાન પર બાંગ્લાદેશ ક્રિકેટ ટીમમાં કોઈ અન્ય ખેલાડીને સામેલ કરવામાં આવ્યા નથી. તેમ છતાં, એવું માનવામાં આવી રહ્યું છે કે, શાદમાન ઇસ્લામ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરી શકે છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના મુખ્ય પસંદગીકર્તા મિનહાજુલ અબેદીને જણાવ્યું છે કે, “ફિઝીયોની રિપોર્ટથી આ જાણ થઇ હતી કે, ઈમરુલ કાયસને ખભા પર ઈજા થઈ છે અને તેને ઠીક થવામાં ૧૦ દિવસનો સમય લાગશે.”
બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ટીમે ૬૪ રનથી જીત પ્રાપ્ત કરી ૧-૦ ની લીડ બનાવી લીધી હતી.
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ આ પ્રકાર છે : શાકિબ અલ હસન (કેપ્ટન), સૌમ્ય સરકાર, મોહમ્મદ મિથુન, મોમિનુલ હક, મુશફીકુર રહીમ, મહમુદુલ્લાહ, મેહદી હસન મિરાજ, મુસ્તાફીઝુર રહેમાન, તાઈજુલ ઇસ્લામ, નાઈમ હસન, અરિફુલ હક, ખાલીદ અહેમદ અને શાદમાન ઇસ્લામ.