વેસ્ટ ઇન્ડીઝ સામેની વનડે ટીમ માટે ભારતીય ટીમનું એલાન

0
149
BCCI to announce India ODI squad for West Indies series

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાવનારી વનડે સીરીઝની પ્રથમ બે મેચ માટે ટીમ ઇન્ડિયાનું એલાન કરી દેવામાં આવ્યું છે. એમએસકે પ્રસાદની આગેવાની વાળી ભારતીય સીનીયર પસંદગી સમિતિએ ભારત-વેસ્ટ ઇન્ડીઝ વનડે સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમનું સિલેકશન કર્યું હતું. વર્લ્ડ કપ ૨૦૧૯ ને નજરમાં રાખતા બધાની નજર ભારતીય વનડે ક્રિકેટ પર રહેલી હતી.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ બાદ વનડે સીરીઝની શરૂઆત થશે. બંને ટીમોની વચ્ચે પ્રથમ વનડે મેચ ૨૧ ઓક્ટોબરના ગુવાહાટીમાં શરૂઆત કરશે. આ સીરીઝમાં પાંચ વનડે મેચ રમાશે ત્યાર બાદ ત્રણ ટી-૨૦ મેચની સીરીઝ પણ રમાશે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની વનડે ટીમ આ પ્રકાર છે : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડુ, મનીષ પાંડે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, યુજ્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, ખાલીદ અહેમદ, શાર્દુલ ઠાકુર, લોકેશ રાહુલ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY