ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ચાહકોનો અભાવ દુનિયાભરમાં ઓછો નથી અને હવે તો બે વખતની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન Clive Lloyd એ પણ આ ભારતીય ક્રિકેટરની પ્રશંસા કરી છે.
વેસ્ટ ઇન્ડીઝને ૧૯૭૫ અને ૧૯૭૯ માં પોતાની આગેવાનીમાં વર્લ્ડ કપ અપાવનાર લોયડે જણાવ્યું છે કે, વિરાટ કોહલી તેમની અપરાજેય ટીમમાં પણ પોતાની જગ્યા બનાવી લેશે. વિરાટ કોહલી છેલ્લા દિવસોમાં આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં દુનિયાના નંબર વન બેટ્સમેન બન્યા હતા. વેસ્ટ ઇન્ડીઝના એક અન્ય મહાન ક્રિકેટર વિવિયન રિચર્ડસે જણાવ્યું હતું કે, વિરાટ કોહલી તેમને પોતાની બેટિંગની યાદ અપાવે છે.
ક્લાઈવ લોયડે એ પણ જણાવ્યું છે કે, “હું ક્રિકેટરો સાથે સરખામણી કરવાના પક્ષમાં નથી, પરંતુ વિરાટ કોહલી શાનદાર બેટ્સમેન છે, તે પોતાના દેશ માટે શાનદાર કામ કરી રહ્યા છે અને જો મને પૂછવામાં આવે તો તે મારી ટીમમાં જગ્યા બનાવી લેશે.
વિરાટ કોહલી તે સમયે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝમાં ભારતની આગેવાની કરી રહ્યા છે. તેમને બર્મિંગહામ ટેસ્ટમાં સદી ફટકારી હતી તેમ છતાં ભારતને ૩૧ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
લોયડે એ પણ જણાવ્યું હતું કે, “મારી રાય છે કે, કેપ્ટનના રૂપમાં હજુ વિરાટ કોહલીને ઘણું શિખવાનું છે. આટલી જલ્દી તેમની આગેવાની ક્ષમતા પર રાય આપવી યોગ્ય નથી. તે આક્રમક છે અને તેમને સારા ગુણ દેખાડ્યા છે, પરંતુ અત્યારે તેમનું મૂલ્યાંકન કરી શકાય નહી.