CSK એ કર્યું સચિન તેંડુલકરનું અપમાન, ચાહકોમાં જોવા મળ્યો આક્રોશ

0
313
CSK slammed for captioning Sachin's pic Ramesh and Suresh

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ભલે ક્રિકેટથી નિવૃત્તિ લઇ લીધી હોય પરંતુ ચાહકો હજુ પણ તેમનું સમ્માન કરે છે. સચિન તેંડુલકરના ચાહકોને કયારેય સહન કરશે નહિ કે કોઈ તેમનું અપમાન કરે અથવા કોઈ તેમનો મજાક ઉડાવે, પરંતુ આવું થઈ ચુક્યું છે. હકીકતમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરવામાં આવી છે, ત્યાર બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે સીએસકેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું.

સીએસકેના ક્રિકેટર સુરેશ રૈના અને સચિન તેંડુલકરની એક તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, “રમેશ અને સુરેશ”. તમને જણાવી દઈએ કે, સચિન તેંડુલકરના પિતાનું નામ રમેશ તેંડુલકર હતું. જેના કારણે સચિનનું પૂરું નામ સચિન રમેશ તેંડુલકર છે. આ પોસ્ટ બાદ સચિન તેંડુલકરના ચાહકોનો આક્રોશ વધી ગયો અને સીએસકેની આ પોસ્ટ પર કમેન્ટ કરવા લાગ્યા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY